November 9, 2024

Budget 2024: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આજથી શરૂ

ગાંધીનગર: આજે સંસદમાં બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ 15મી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. બજેટ પહેલા રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, ગુજરાતને આગળ લઈ જતુ બજેટ રજૂ થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બજેટ પહેલા સંબોધન કરશે. ભૂપેન્દ્ર પટેલ સરકારનું આ બજેટ અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ લાવવાની તૈયારીમાં છે. જેમાં સરકાર રામ મંદિરને લઈને અભિનંદન પ્રસ્તાવને પણ રજૂ કરવામાં આવશે. મહત્વનું છેકે, આ બજેટ સત્ર 1 મહિનો ચાલશે.

પૂર્ણ બજેટ રજૂ કરશે ભૂપેન્દ્ર સરકાર
1 ફેબ્રૂઆરીના બજેટ સત્ર શરૂ થશે. એ બાદ 2 ફેબ્રૂઆરી 2024ના રોજ વિધાનસભામાં સરકાર બજેટ રજૂ કરશે. જે અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રહેશે. ગુજરાત સરકારે છેલ્લા કેટલાક વર્ષોથી પોતાના બજેટમાં વધારો કરી રહી છે. જેના કારણે રાજ્યના વિકાસ કામો ઝડપથી વધી રહ્યા છે. મહત્વનું છેકે, આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે તેને લઈને રાજ્યસરકાર પણ મોટી જાહેરાતો કરી શકો છે. સામાન્ય રીતે લોકસભા ચૂંટણીના સમયે રાજ્ય સરકાર વોટ ઓન અકાઉન્ટ રજૂ કરતા હોય છે. તેની જગ્યાએ આ વર્ષે ભૂપેન્દ્ર સરકાર પૂર્ણ બજેટ રજૂ કરશે.

બજેટ પહેલા જ વિપક્ષીઓની સ્થિતિ ખરાબ
વિધાનસભામાં બજેટ સત્ર પહેલા જ કોંગ્રેસ, આપ અને અપક્ષના 4 ધારસભ્યોને રાજીનામાં આપી ચૂક્યા છે. આવામાં બજેટ સત્ર દરમિયાન સરકારને ઘેરી સકે એવી સ્થિતિમાં વિપક્ષ પાર્ટીઓ નથી. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ બજેટ અંગે કહ્યું કે, સરકાર માત્ર પોતાની વાહવાહી માટે બજેટ સત્રનો ઉપયોગ કરી રહી છે. જ્યારે અમે જનતાના મુદ્દાઓ ઉઠાવીશું.