આતંકીઓએ અમારી બહેનો-દીકરીઓના સિંદૂરને ઉજાળ્યો હતો, અમે આતંકવાદીઓના કેમ્પોને ઉખાડી નાખી: PM મોદી

India Pakistan War: ઓપરેશન સિંદૂરની સફળતા બાદ રાષ્ટ્રને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દુનિયાએ દેશની બહાદુરી અને સંયમ જોયો. આજે, હું આ શૌર્ય, બહાદુરી અને હિંમત (સશસ્ત્ર દળોની) આપણા દેશની દરેક માતાને, દેશની દરેક બહેનને અને દેશની દરેક દીકરીને સમર્પિત કરું છું. તેમણે કહ્યું કે, આતંકવાદીઓએ આપણી બહેનો-દીકરીઓના સિંદૂરને ઉજાળ્યો હતો, અમે આતંકવાદીઓના કેમ્પોને ઉખાડી નાખી. આતંકી ઠેકાણાઓ ખંડેર બની ગયા. પીએમ મોદીએ કહ્યું કે, અમે ભારતીય સેનાને આતંકવાદીઓને ખતમ કરવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે અને આજે દરેક આતંકવાદી, દરેક આતંકવાદી સંગઠન જાણે છે કે આપણી બહેનો અને દીકરીઓના કપાળ પરથી સિંદૂર કાઢવાનું શું પરિણામ આવે છે.
‘ઓપરેશન સિંદૂર એ ન્યાયની અતૂટ પ્રતિજ્ઞા છે’
રાષ્ટ્રને સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું, “ઓપરેશન સિંદૂર ફક્ત એક નામ નથી. આ દેશના લાખો લોકોની લાગણીઓનું પ્રતિબિંબ છે. ઓપરેશન સિંદૂર ન્યાયની એક અટલ પ્રતિજ્ઞા છે. 6 મેના રોજ મોડી રાત્રે અને 7 મેના રોજ વહેલી સવારે, આખી દુનિયાએ આ પ્રતિજ્ઞાને પરિણામોમાં પરિવર્તિત થતી જોઈ.” પીએમ મોદીએ કહ્યું કે જ્યારે આપણી સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કર્યો, ત્યારે પાકિસ્તાને આતંકવાદીઓને ટેકો આપ્યો. આતંકવાદીઓ પરના હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાને અમારા પર હુમલો કર્યો, પરંતુ અમે પાકિસ્તાનની છાતી પર હુમલો કર્યો.