December 14, 2024

કઠુઆના પહાડી વિસ્તારોમાં સેનાના વાહન પર આતંકી હુમલો, 4 જવાન ઘાયલ

Jammu Kashmir: જમ્મુના કઠુઆ જિલ્લાના પર્વતીય વિસ્તારમાં સૈન્ય વાહન પર આતંકીઓએ હુમલો કર્યો છે. હુમલો થતાંની સાથે જ જવાનોએ મોરચો સંભાળી લીધો અને આતંકીઓ વિરુદ્ધ જવાબી કાર્યવાહી કરી. હાલ સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે જેમાં સામસામે ભયંકર ગોળીબાર થઈ રહ્યો છે. સૂત્રોએ જણાવ્યું છે કે આ હુમલામાં 2 જવાન ઘાયલ થયા છે.

કઠુઆ જિલ્લાના કંડી વિસ્તારના લોહાઈ મલ્હારમાં જૈના નાળા પાસે આતંકવાદીઓએ લશ્કરી વાહનને નિશાન બનાવ્યું હતું. તો, માહિતી મળતાની સાથે જ પોલીસ અને સુરક્ષા દળોની અન્ય ટીમો પણ એન્કાઉન્ટર સ્થળ તરફ રવાના થઈ ગઈ હતી. વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. નજીકના કનેક્ટિંગ રૂટને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

આ પહેલા રવિવારે પબ કાશ્મીર ઘાટીના કુલગામમાં સુરક્ષા દળોએ 6 આતંકીઓને ઠાર માર્યા હતા. જિલ્લા કુલગામમાં બે જુદા જુદા સ્થળોએ થયેલ અથડામણમાં સુરક્ષા દળોને 6 આતંકીઓને ઠાર કર્યા હતા. આતંકીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયાર પણ મળી આવ્યા હતા.

તાજેતરના દિવસોમાં, કાશ્મીરમાં જડબતોડ જવાબ મળ્યા બાદ, આતંકવાદીઓએ જમ્મુ વિભાગના જિલ્લાઓમાં આતંકવાદી હુમલા કરવાના પ્રયાસો કર્યા છે. તાજેતરમાં જ કઠુઆ જિલ્લાના હીરાનગરના સૈડા સોહલ ગામમાં આતંકવાદીઓએ એક ઘરને નિશાન બનાવ્યું હતું. આ દરમિયાન એક નાગરિક ઘાયલ થયો હતો અને એક CRPF જવાન શહીદ થયો હતો. જો કે, સુરક્ષા દળોએ અહીં બે આતંકીઓને ઠાર કર્યા હતા. આ બંને આતંકવાદીઓ પાકિસ્તાની હોવાનું જાણવા મળ્યું હતું. તો, રિયાસીમાં એક મહિના પહેલા આતંકવાદીઓએ એક બસને નિશાન બનાવી હતી. જેમાં 9 લોકોના મોત થયા હતા અને લગભગ 50 લોકો ઘાયલ થયા હતા. આતંકી બસ પર હુમલો કરીને ફરાર થઈ ગયા હતા.