December 10, 2024

35 વર્ષ બાદ કાશ્મીરમાં ખૂલ્યુ મંદિર, શું આવી રહ્યો છે બદલાવ?

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરની હવામાં બદલાવ આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ઘાટીની રોનક પાછી આપી રહી હોય તેવું લાગી રહ્યું છે. જેનું તાજુ ઉદાહરણ મંગળવારે જોવા મળ્યું છે. જેમાં કાશ્મીરના સોરા વિસ્તારમાં 35 વર્ષ બાદ એક મંદિરને ખોલવામાં આવ્યું છે. જેના કારણે કાશ્મીરી પંડિતોમાં ખુશી જોવા મળી છે. વેચરનાગના નામથી પ્રખ્યાત આ મંદિરનું 1990ના દશકમાં ખુબ મહત્વ હતું. આ મંદિર વાર્ષિક કેલેન્ડર પ્રકાશિત કરતું હતું. જેમાં પ્રત્યેક દિવસના કાર્યક્રમો નક્કી કરવામાં આવતા.

આ પણ વાંચો: રાજ શેખાવતની અટકાયત પર અભિનેત્રી ઉર્વશી સોલંકીએ કહ્યું- ‘કર્મા’

35 વર્ષ પછી મંદિર ફરી ખુલવાના કારણે કાશ્મીરી પંડિતોની સાથે મુસ્લિમ લોકોમાં પણ ખુશી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ લોકો પણ જોડાયા હતા. 35 વર્ષ બાદ મંદિરને ફરી ખોલવાને લઈને એક કાશ્મીરી મહિલાએ કહ્યું કે, શ્રીનગરમાં રહેલા છતાં હું જગ્યાએ ક્યારે આવી શકી નહોતી. આજે અહીં આવીને અહીંનો નજારો જોઈને ખુબ જ આનંદ થાય છે. જ્યારે અમે આ મંદિરની ગલીઓમાંથી પસાર થઈ રહ્યા હતા. એ સમયે અમે ભાઈચારાની મિસાલ જોઈ. મુસ્લિમ મહિલાઓ જોઈ રહી હતી કે કાશ્મીરી પંડિત આવી રહ્યા છે. 34 વર્ષ પહેલા અમે અહીં રહેતા હતા. એ દિવસો ફરી પાછા આવવાના છે. આજે મંદિરના દર્શન કરીને સાચે એવું લાગ્યું કે અમે જલ્દી જ પાછા આવીશું. મહત્વનું છેકે, આ કાર્યક્રમમાં હરિયાણાના રાજ્યપાલ બંડારૂ દત્તાત્રેયે પણ ખાસ હાજરી આપી હતી.

હરિયાણાના રાજ્યપાલ બંડારૂ દત્તાત્રેયે આ પ્રસંગે ચૈત્રી નવરાત્રિની બધાને શુભકામનાઓ આપી. આ સાથે કહ્યું કે, આપણી પરંપરા ખુબ જ જુની છે. જેમાં માનવામાં આવે છે કે પ્રકૃતિ દુનિયાને ચલાવે છે. આપણી સનાતન પરંપરાનું સંરક્ષણ કરવું ખુબ જ જરૂરી છે. દેશમાં હિન્દુ મુસ્લિમ એકતા હોવી જોઈએ. ધર્મ ભલે અલગ અલગ હોય પણ બધાની ભાવના એક દેશની હોવી જોઈએ. હું આ રમજાન અને ઈદના તહેવારને લઈને તમામ મુસ્લિમ ભાઈઓને શુભકામનાઓ આપું છું.