સુરેન્દ્રનગરમાં શિક્ષક બન્યો શેતાન, વગર કારણે વિદ્યાર્થીને સ્ટીલના પાઇપથી માર માર્યો

Surendranagar News: સુરેન્દ્રનગરની એક સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો હોવાનું સામે આવ્યું છે. થાનની શાળા નં. 9ના આચાર્યએ વિદ્યાર્થીને સ્ટીલના પાઇપથી માર માર્યો હતો. વિદ્યાર્થીને માર મારતા વિદ્યાર્થી ઘરે આવ્યા બાદ તકલીફ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. વિદ્યાર્થી 7 માં ધોરણમાં ભણતો હતો. કોઈપણ કારણ વગર વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: શાકભાજીના મબલખ ઉત્પાદન સામે પોષણક્ષમ ભાવ ન મળતા જગતનો તાત ચિંતામાં
આચાર્ય સામે કાર્યવાહી કરવાની માંગ
આચાર્યએ કોઈપણ કારણ વગર વિદ્યાર્થીને માર માર્યો હોવાનું સામે આવ્યુ છે. પરિવારજનોએ વિદ્યાર્થીને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો.આચાર્ય સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી. વિદ્યાર્થીની માતાએ થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વિધાર્થીની માતાએ આચાર્ય સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.