October 14, 2024

Tata Motorsએ મારુતિ સુઝુકીને કહ્યું ‘ટાટા’, બની સૌથી મૂલ્યવાન કંપની

નવી દિલ્હી: મારુતિ સુઝુકીને પાછળ છોડી ટાટા મોટર્સ સૌથી મૂલ્યવાન કંપની બની છે. ટાટા મોટર્સ હવે દેશની સૌથી મૂલ્યવાન ઓટોમોબાઈલ ઉત્પાદક બની ગઈ છે. ટાટા મોટર્સનું માર્કેટ કેપ રૂપિયા 3.15 લાખ કરોડને પાર કરી ગયું છે. ટાટા મોટર્સના શેરે મંગળવારે ટ્રેડિંગ દરમિયાન ઓલ ટાઈમ હાઈનો રેકોર્ડ બનાવ્યો હતો. જે બાદ કંપનીએ આ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

સાત વર્ષમાં બન્યું સિતારા
ટાટા મોટર્સે સાત વર્ષ બાદ માર્કેટ કેપના મામલે મારુતિ સુઝુકીને પાછળ છોડી દીધી છે. ટાટા મોટર્સની માર્કેટ મૂડી રૂપિયા 3.15 લાખ કરોડને પાર કરી ગઈ છે. મારુતિ સુઝુકી ઈન્ડિયાનું માર્કેટ કેપ ઘટીને 3.13 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. ટાટા મોટર્સનું માર્કેટ કેપ રૂપિયા 2,85,515.64 કરોડ છે જ્યારે ટાટા મોટર્સ લિમિટેડ-DVRનું માર્કેટ કેપ રૂપિયા 29,119.42 કરોડ છે. આમ, કુલ રકમ રૂપિયા 3,14,635.06 કરોડ હતી. આ મારુતિ સુઝુકીના રૂપિયા 3,13,058.50 કરોડના માર્કેટ કેપ કરતાં રૂપિયા 1,576.56 કરોડ વધુ છે.

આ પણ વાચો: ટેસ્લા કંપનીએ 20 લાખ ઇલેક્ટ્રિક કારને કેમ પરત મંગાવી?

એક લાખથી વધુ વેચાણ
મારુતિ સુઝુકી દેશની સૌથી મોટી કાર વેચનારી કંપની છે. દર મહિને એક લાખથી વધુ વાહનોનું વેચાણ આ કંપનીનું થાય છે. મારુતિ સુઝુકી હેચબેક, સેડાન, એસયુવી અને એમપીવી સહિત તમામ સેગમેન્ટમાં સૌથી વધુ કારનું વેચાણ કરે છે. હાલ તો ટાટા મોટર્સ તેના નેક્સોન અને પંચ દ્વારા SUV ખરીદદારોના દિલ પર રાજ કરી રહી છે. જેના કારણે 12:46 PM 31-01-2024મારુતિ સુઝુકીને પાછળ છોડી ટાટા મોટર્સ સૌથી મૂલ્યવાન કંપની બની છે.

વિશ્વની સૌથી મોટી કંપની
વિશ્વની સૌથી મૂલ્યવાન કાર કંપની એલોન મસ્કની ટેસ્લા છે. એલોન મસ્કની આ ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક કંપનીનું માર્કેટ કેપ $610.17 બિલિયન હોવાનું સામે આવ્યું છે. આ યાદીમાં માઈક્રોસોફ્ટ ($3.036 ટ્રિલિયન) પ્રથમ, એપલ બીજા ($2.907 ટ્રિલિયન), સાઉદી અરામકો ($2.020 ટ્રિલિયન) ત્રીજા, આલ્ફાબેટ ($1.907 ટ્રિલિયન) ચોથા અને એમેઝોન ($1.643 ટ્રિલિયન) પાંચમા ક્રમે છે. આ લિસ્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું સ્થાન 47માં નંબરે પર છે. TCS 73માં નંબર પર અને HDFC બેંક 93માં સ્થાન પર છે.

આ પણ વાચો: દાયકાઓ જૂની લુના નવા રંગ-રૂપ સાથે ફરી આવશે માર્કેટમાં…