October 11, 2024

ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપશે ટાટા ગ્રૂપ

ગાંધીનગર : ગાંધીનગર ખાતે યોજાયેલી વાઇબ્રન્ટ સમિટનો આજે બીજો દિવસ છે. નોંધનીય છે કે ગઇકાલે આ સમિટનું ઉદ્ધાટન પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં દેશ-વિદેશના ઉદ્યોગપતિ અને રોકાણકારોએ હાજરી આપી હતી. વાઇબ્રન્ટના બીજા દિવસે સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સની ઇવેન્ટનો સવારે 9:45 કલાકે શરૂ થયો હતો. ટાટા ગ્રૂપએ આજે ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી છે. આજે જાહેરાતમાં વધુમાં કહ્યું કે ભારતને વૈશ્વિક ચિપ હબ બનાવવામાં મદદ મળશે. ટાટા સંસના ચેરમેન એન. ચંદ્રશેખરએ ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ સમિટમાં સેમિનારમાં કહ્યું હતું કે ટાટા ગ્રૂપ ગુજરાતના ધોલેરા ખાતે એક મોટો સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટની સ્થાપના કરશે. વધુમાં કહ્યુ કે થોડા જ મહિનામાં ગુજરાતમાં ૨૦ ગીગાવોટ બેટરી સ્ટોરેજ ફેક્ટરીનું નિર્માણ કરશે.  પીએમ મોદીએ સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગકારોને PLI જેવી સ્કીમનો લાભ આપીને દેશના આ ક્ષેત્રમાં વિકાસ માટે કામ કર્યુ છે. આ દિશામાં આગળ વધતા વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણની યાત્રામાં યોગદાન રહેશે. આ સેમિનારમાં રજૂ થતા વિચારો ગુજરાતને ‘ગ્લોબલ ડેસ્ટિનેશન ફોર સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ હબ’ બનાવવામાં પણ મહત્ત્વપૂર્ણ સાબિત થશે. આ સેમિનારમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર અને ગુજરાતના મુખ્યમંત્રી, મિસ્ટર, માઈક્રોન ટેકના પ્રમુખ અને સીઈઓ સંજય મેહરોત્રા આ સેમિનારના મુખ્ય વક્તા હતા અને અન્ય ત્રણ વધુ આ સેમિનારના ત્રણ પ્રતિષ્ઠિત વક્તા રહેશે.

આ પણ વાંચો : ગુજરાતમાં ઉદ્યોગપતિઓનો મેળાવડો, અબજો રુપિયાનું કરશે રોકાણ

વાઇબ્રન્ટ ગુજરાત સમિટના બીજા દિવસે મહાત્મા મંદિર ખાતે ‘ઈલેક્ટ્રિક મોબિલિટી – ધ ફ્યુચર’ સેમિનાર યોજાયો હતો જેમાં વિવિધ કેન્દ્રીય મંત્રીઓ સેમિનારમાં હાજરી આપી હતી. વાઇબ્રન્ટ સમિટ ખાતે ‘ઈલેક્ટ્રિક મોબિલિટી – ધ ફ્યુચર’ પર સેમિનારમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં નીતિન ગડકરીએ મોટું નિવેદન આપ્યું હતું જેમાં ગડકરીએ કહ્યું હતું કે ગાંધીનગર ખાતે આવેલી આ ગિફ્ટ સિટીમાં ટેક્સિ હવામાં ચાલશે. વધુમાં નીતિન ગડકરીએ કહ્યું કે ઉદ્યોગપતિઓને ‘ઈ-વ્હિકલ માટે હું રોકાણ કરવાનું કહેતો હતો ત્યારે જે લોકોએ મારી વાત માની તેઓ આજે નફો કરી રહ્યા છે. અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં વિકાસ થઈ રહ્યો છે અને હાલમાં ઇ-વ્હીકલ ખરીદવા માટે વેઈટિંગ ચાલે છે. વધુમાં કહ્યું કે ટૂ વ્હીલરમાં સ્ટાર્ટ અપ શરૂ થઈ ગયા છે અને હાલમાં ભારતમાંથી વિદેશ નિકાસ થાય છે. અત્યારે આ ઇન્ડસ્ટ્રી રૂપિયા 12.5 લાખ કરોડની છે જેમાં ચાર લાખ કરોડની તો ખાલી નિકાસ થાય છે. આ ઇન્ડસ્ટ્રીને લીધે 4 કરોડ રોજગારી ઉભી કરી છે. વિશ્વમાં પ્રથમ પહોંચવાનું અમારૂ લક્ષ્ય છે અને ઈ-વ્હિકલમાં હવે 25 લાખ કરોડનો ટાર્ગેટ છે. રાજ્યમાં ઈ-વ્હિકલ વિશે વાત કરતાં ગડકરીએ કહ્યું કે, ‘ ગુજરાતમાં ઈ-વ્હિકલની સંખ્યા 1.07 લાખ છે અને ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં ઈ-વ્હિકલનું વેચાણ 500 ગણુ વધારે થયું છે.’ ગડકરીએ કહ્યું કે, ‘ગાંધીનગરમાં એર ટેક્સી ઉડતી જોવા મળશે. ગિફ્ટ સિટીમાં હવામાં ટેક્સી ચાલે તે માટે અમે આયોજન કરી રહ્યા છીએ.’  આ સેમિનારમાં વધુમાં કહ્યું કે, ‘ઈ-વ્હિકલમાં ફ્લેક્ષ એન્જિન લાવશો તો ગ્રાહકોને સસ્તુ પડશે અને ખેડૂતોને પણ ફાયદો થશે. બીજી બાજુ ભારતની કંપનીઓમાં ફ્લેક્ષ એન્જિન તૈયાર થઈ રહ્યા છે. અત્યારે લીથીયમ આયન બેટરીની કોસ્ટ ખૂબ ઉંચી છે પરંતુ આગામી એક વર્ષમાં લીથીયમ આયર્ન બેટરીની કિંમતમાં ઘટાડો જોવા મળશે.

અમદાવાદના ફ્લાવર શોનો વિશ્વમાં ડંકો
વાઇબ્રન્ટ સમિટની સાથે સાથે અમદાવાદમાં પણ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ અને ફ્લાવર શો પણ શરૂ થઇ ગયો છે. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોજાયેલ ફ્લાવર શોએ હવે વિશ્વમાં ડંકો વગાડ્યો છે. અમદાવાદમાં આયોજીત ફ્લાવર શોએ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. અમદાવાદના ફ્લાવર શોએ ચીનનો રેકોર્ડ તોડ્યો છે. ઉલ્લેખનીય છે કે વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો- 2024નો પ્રારંભ 31 ડિસેમ્બરથી શરૂ થયો હતો. આ શોમાં ફક્ત સ્થાનિકો જ નહીં પરંતુ દેશ-વિદેશથી મહેમાનો પણ આ ફ્લાવર શોને નિહાળવા પહોંચી ગયા હતા. આ ફ્લાવર શોમાં ૫૦થી વધુ શાળાઓના બાળકોએ પણ મુલાકાત લીઘી હતી. અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા યોજાયેલ ફ્લાવર શોને લોંગેસ્ચ ફ્લાવર સ્ટ્રક્ચર માટે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે, ઉલ્લેખનીય છે કે અગાઉ આ ચીનમાં આ રેકોર્ડ ૧૬૬ મીટરનો નોંધયો હતો.