October 4, 2024

તાપી જિલ્લામાં ભારે વરસાદથી 68 રસ્તા બંધ, વાહનચાલકોને હાલાકી

તાપીઃ ઉકાઈ ડેમની સપાટી 336.44 ફૂટ પર પહોંચી છે. પાણીની આવક 2,47,363 ક્યુસેક નોંધાઈ છે. ડેમમાંથી 2,47,363 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

ડેમના 15 ગેટ 10.05 ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડાયું છે. મહારાષ્ટ્રના હાથનુર ડેમમાંથી 84,473 ક્યુસેક પાણી છોડાયું છે. મહારાષ્ટ્રના પ્રકાશા ડેમમાંથી હાલ 1,53,832 ક્યુસેક પાણી છોડાયું છે. તાપી નદી કાંઠાના વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યાં છે.

તાપી જિલ્લામાં વરસાદને પગલે ગ્રામ્ય માર્ગો બંધ થઈ ગયા છે. ગ્રામ્ય વિસ્તારના 68 માર્ગ બંધ કરવામાં આવ્યા છે. વ્યારા તાલુકાના 16, ડોલવણ તાલુકાના 14 માર્ગ બંધ કરવામાં આવ્યા છે. વાલોડ તાલુકાના 12, સોનગઢ તાલુકાના 26 માર્ગ બંધ કરવામાં આવ્યા છે. પંચાયત હસ્તકના માર્ગો બંધ થતા વાહનચાલકોની સમસ્યા વધી છે.