December 10, 2024

પીવી સિંધુએ ધમાકેદાર રીતે મુકાબલો જીત્યો, ખુશીમાં કહી આ વાત

Syed Modi International Super 300: પીવી સિંધુએ સૈયદ મોદી ઈન્ટરનેશનલ સુપર 300 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. સિંધુએ 2 વર્ષ પછી ટુર્નામેન્ટમાં વાપસી કરી હતી. હવે સિંધુનો મુકાબલો ઈરા શર્માની સામે થશે.

આ પણ વાંચો: દુબઈની ધરતી પર IND vs PAK વચ્ચે આ તારીખે થશે મુકાબલો

પીવી સિંધુએ કહી આ વાત
પીવી સિંધુએ જીત બાદ કહ્યું કે મે 2 વર્ષ પછી વાપસી કરી છે જેના કારણે હું ખુશ છું. ઈજાના કારણે હું ગયા વર્ષમાં રમી શકી ના હતી. હવે મને આપણી ધરતી પર રમવું સારું લાગી રહ્યું છે. આ મેચ દરમિયાન મે ઘણી ભૂલો પણ કરી છે. હું મારા પ્રદર્શનથી ખુશ છું. હવે મારું ધ્યાન આગામી મેચ પર છે. હવે મારો આગામી હેતું એ છે કે BWF ટૂર્નામેન્ટ અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સારું પ્રદર્શન કરવાનો છે.