December 13, 2024

વિલુપ્ત થતી રમતોને જીવંત કરવાનો એક અનોખો ખેલ ઉપક્રમ

ગાંધીનગર: ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણીના ભાગરૂપે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ પાછળ એક ખાસ ઉદ્દેશ હતો. જેમા વિલુપ્ત થતી રમતોને જીવંત કરવાનો એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે.

સમગ્ર માહિતી અનુસાર હાલ કેટલીક રમતો એવી છે જે વિલુપ્ત થઇ રહી છે. જેને લઇને ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે હર્ષ સંઘવીએ હાજરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત ” સ્વામી વિવેકાનંદ રમતોત્સવ” માં ઉપસ્થિત રહીને ભાગ લઈ રહેલા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા.

વધુમાં તેમણે જણાવ્યું કે, ૨૫૦૦ શાળાઓમાં યોજાનાર આ રમતોત્સવમાં આપણી પારંપરિક રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રકારના રમતગમત ઉપક્રમો બાળકોના સર્વાંગી વિકાસ માટે સહાયક સાબિત થશે !