October 13, 2024

સુરેન્દ્રનગરમાં ચાંદીપુરા વાયરસનો વધુ એક શંકાસ્પદ કેસ, એક બાળકીનું મોત

વિજય ભટ્ટ, સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ચાંદીપુરા વાયસના કેસમાં એક બાળકીનું મોત નીપજ્યું છે. હાલ જિલ્લામાં એક શંકાસ્પદ કેસ નોંધાયો છે. આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે ગ્રામ્ય વિસ્તારમાં કામગીરી હાથ ધરવામાં આવી છે.

સમગ્ર રાજ્ય સહિત સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ચાંદીપુરાના શંકાસ્પદ કેસ જિલ્લમાં નોંધાઈ રહ્યા છે. પાટડીમાં ખારાઘોડા ગામે રહેતી બાળકીનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત નીપજ્યું છે. હાલ છોટાઉદેપુર જિલ્લાના સમીપ પરિવારના ચુડામાં રહેતા બાળકને ચાંદીપુરા કેસનો શંકાસ્પદ કેસ નોંધાયો છે. તેના સેમ્પલ લઈ પુણે રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે, ચાંદીપુરાના શંકાસ્પદ કેસવાળું બાળક 11 માસનું છે અને આ બાળક આઈસીયુમાં ઓબ્ઝર્વમાં સીયુ શાહ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલ તેની કન્ડિશન સ્ટેબલ હોવાનું આરોગ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.

કલેક્ટરની સૂચનાથી આરોગ્ય વિભાગ દ્વારા જે વિસ્તારમાં ચાંદીપુરા કેસ શંકાસ્પદ નોંધાયા છે, ત્યાં ડોર ટુ ડોર સર્વિસ સહિત દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે.