સુરત આઉટર રીંગરોડ વાલક બ્રિજ પર મોડીરાત્રે અકસ્માત, બે સગા ભાઈઓના મોત, 4 ઈજાગ્રસ્ત

સુરત: સુરત આઉટર રીંગરોડ વાલક બ્રિજ પર મોડીરાત્રે અકસ્માત સર્જાયો હતો. કારના ચાલકે સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. કાર ડિવાઈડર કૂદીને રોડની સામેની સાઈડ પહોંચી ગઈ હતી. જેને પગલે કારે 5 વાહનો અને 6 વ્યક્તિને અડફેટે લીધા હતા. બે સગા ભાઈઓનું મોત અન્ય 4ને સારવાર માટે હોસ્પીટલ ખસેડાયા છે.
વાહનોને ગંભીર નુકસાન અને કારનો પણ કુચડો બોલી ગયો હતો. અકસ્માતને પગલે લસકાણા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. કારમાં સવાર 4માંથી 1ને લોકો દ્વારા પકડી પોલીસને હવાલે કરાયો હતો, જ્યારે અન્ય 3 ફરાર થઈ ગયા હતા.