મોડેલનો ગળાફાંસો ખાઈ આપઘાત, ક્રિકેટર સાથે પ્રેમસંબંધ હોવાની ચર્ચા
સુરતઃ શહેરમાંથી આત્મહત્યાના કિસ્સા અવારનવાર સામે આવતા રહે છે. ત્યારે વેસુ વિસ્તારમાં પણ એક મોડેલે આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. મોડેલે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બાદ મોડેલ તાન્યાના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પ્રાથમિક માહિતી પ્રમાણે, મોડેલે પ્રેમંસંબંધને કારણે આપઘાત કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. આપઘાત કરતી સમયે મોડેલ તાન્યાના કાન પર હેડફોન લગાવેલા હતા. ઉલ્લેખનીય છે. મોડેલ તાન્યાનો પ્રેમસંબંધ IPL ક્રિકેટર અભિષેક શર્મા સાથે હોવાની ચર્ચા થઈ રહી છે.
મહત્વનું છે કે, આપઘાત કરતા સમયે મોડેલ તાન્યા ક્રિકેટર અભિષેક સાથે ફોન પર વાતચીત કરતી હોય તેવી ચર્ચા થઈ રહી છે. આ ઘટનાની જાણ થતાં જ વેસુ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે પોલીસે ક્રિકેટર અભિષેક શર્માની પૂછપરછ કરી છે.