February 10, 2025

ગોડાદરામાં એસિડ એટેક કરનારો ઝડપાયો, આરોપી કૌટુંબિક સંબંધી નીકળ્યો!

સુરતઃ ગોડાદરા વિસ્તારમાં તબીબ પર એસિડ એટેક કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે. 49 વર્ષીય આરોપી ધીરુ પવારની ધરપકડ કરવામાં આવી છે.

આરોપીની ધરપકડ બાદ પૂછપરછ કરતા એસિડ એટેક કરવાનું કારણ સામે આવ્યું છે. આરોપીએ કૌટુંબિક ઝઘડામાં એસિડ એટેક કર્યાની કબૂલાત કરી છે. ઘરમાં દેરાણી અને જેઠાણી વચ્ચે કૌટુંબિક ઝઘડો ચાલતો હતો. ત્યારે ઝઘડાનું મૂળ કારણ ભોગ બનનારા તબીબ શામજી બલદાણીયા હોવાની શંકા રાખી હુમલો કરવામાં આવ્યો હતો.

એસિડ એટેક કરનારો આરોપી તબીબનો કૌટુંબિક સંબંધી છે. આ ઉપરાંત તે હીરાના વ્યવસાય સાથે સંકળાયેલો છે. ગોડાદરા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.