સુરતમાં બાળકી પર દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી, બે આરોપીની ધરપકડ
અમિત રુપાપરા, સુરતઃ શહેરના કડોદરા વિસ્તારમાં બાળકી પર બળાત્કાર ગુજારીને હત્યા કરવામાં આવી હતી. ત્યારે પોલીસે અલગ અલગ 15 ટીમ બનાવીને 600 ઘરની તપાસ કરી હતી. જેમાં આરોપી પાડોશી જ નીકળ્યો હતો. હાલ પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પલસાણાના તાતીથૈયામાં આવેલી એક સોસાયટીમાંથી ઘર નજીક રમતી 11 વર્ષની બાળકી ગુમ થઈ ગઈ હતી. ત્યારે આ સમગ્ર મામલે કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા પોલીસ કામે લાગી ગઈ હતી અને તપાસનો ધમધમાટ ચાલુ કર્યો હતો. ડ્રોન કેમેરા, સીસીટીવી અને અલગ અલગ 15 ટીમોએ તપાસ ચાલુ કરી હતી. આ દરમિયાન બે શકમંદ આરોપીઓને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ પૂછપરછ કરતા અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા.
આ પણ વાંચોઃ અમદાવાદના વાડજ વિસ્તામાં રી-ડેવલપમેન્ટ વિવાદમાં છરી વડે હુમલો
જે સોસાયટી નજીકથી બાળકી ગુમ થઈ હતી, ત્યાં નજીક ઝાડી-ઝાંખરામાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. બાળકીના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતા. ત્યારબાદ રિપોર્ટમાં બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યારે પોલીસે પોસ્કો અને હત્યાનો ગુનો નોંધી 600 જેટલાં ઘરો ચેક કર્યા હતા અને બે શકમંદ તરીકે, 23 વર્ષીય દિપક શિવદર્શન કોરી અને 23 વર્ષિય અનુજ સુમન પાસવાન નામના યુવાનોને ઝડપી પાડ્યા હતા.
આ પણ વાંચોઃ અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનમાં શિફ્ટમાં કામ કરવાનો આદેશ રદ્દ
ત્યારબાદ તેમની કડક પૂછપરછ કરતા આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી, જેમાં બાળકી રમતી રમતી આરોપીઓ પાસે પહોંચી ગઈ અને આ શેતાનોએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ પકડાઈ જવાની બીકે બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. લાશને ત્યાં ઝાડી-ઝાંખરામાં નાંખીને ભાગી ગયા હતા. આરોપી મૃતક જ્યાં રહેતી હતી ત્યાં ભાડાના મકાનમાં રહેતા હતા. જો કે, બાળકીની રેપ વિથ હત્યામાં બંને આરોપીને ઝડપી પાડી જેલ ભેગા કરી દીધા છે
સગીરાની હત્યાના ગુનામાં પકડાયેલા આ બંને આરોપીને કાયદો કડક સજા પણ કરાવશે. પરંતુ જે રીતે પલસાણા વિસ્તારમાં એકપછી એક ગંભીર ગુના બની રહ્યા છે. સુરત ગ્રામ્ય અને શહેર ગુનાખોરીમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. ત્યારે આ વિસ્તાર જાણે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે.