December 13, 2024

સુરતમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

surat 9 years old girl misdemeanor two accused arrested

આરોપીની ધરપકડ કરી હતી.

અમિત રુપાપરા, સુરતઃ શહેરના ચોક બજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સાડા 4 વર્ષની નાની બાળકીનું અપહરણ થયું હોવાની ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બાળકીને શોધી કાઢી હતી. બાળકી લોહીલુહાણ હાલતમાં મળતા પોલીસે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાની જાણ થતાં પોલીસે બાળકીનું અપહરણ કરનાર અને તેની સાથે દુષ્કર્મ આચરનાર નરાધમની શોધખોળ હાથ ધરી હતી. ચોક બજાર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે બાળકી સાથે દુષ્કર્મ કરનારા અંકિત ઓમપ્રકાશ ગૌતમ નામના નરાધમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે, સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 20 ફેબ્રુઆરીના રોજ પંડોળ વિસ્તારમાંથી એક સાડા ચાર વર્ષની બાળકી ઘરેથી રમતા રમતા અચાનક ગુમ થઈ હોવાની ફરિયાદ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ત્યારે આ સમગ્ર મામલે ચોક બજાર પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને બાળકીની શોધખોળ હાથ ધરી હતી.

આ તપાસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાયું હતું અને અલગ અલગ જગ્યાના સીસીટીવી કેમેરાની તપાસ કરતા એક નરાધમ બાળકીનું અપહરણ કરી લઈ જતો હોવાનું ધ્યાન પર આવ્યું હતું. ત્યારબાદ પોલીસની ટીમને બાળકી ચોક બજાર પોલીસ સ્ટેશનના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી બાળકી લોહીલુહાણ હાલતમાં મળી આવતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

ડોક્ટરની તપાસમાં બાળકી સાથે દુષ્કર્મમાં થયું હોવાનું સામે આવતા તાત્કાલિક જ પોલીસ દ્વારા બાળકી સાથે દુષ્કર્મ કરનારા નરાધમની શોધખોળ કરવામાં આવી હતી અને અલગ અલગ સીસીટીવી ફૂટેજની તપાસના આધારે અને બાળકીના ઘરેથી અખંડઆનંદ કોલેજ પાસેના તમામ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં અને અવાવરું જગ્યાઓ પર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી અને તપાસ દરમિયાન બાળકીના કપડાં મળી આવ્યા હતા.

ત્યારબાદ પોલીસે બાતમીના આધારે બાળકી સાથે દુષ્કર્મ કરનાર નરાધમ અંકિત ઓમપ્રકાશ ગૌતમની ધરપકડ કરી હતી. અંકિત ગૌતમને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેની પૂછપરછમાં સામે આવ્યુ હતુ કે, તે છેલ્લા દસ વર્ષથી સુરતમાં રહેતો હતો અને એમ્બ્રોઇડરીના ખાતામાં કામ કરતો હતો. 20 ફેબ્રુઆરી 2024ના રોજ પંડોળ વિસ્તારમાં ફરતો હતો ત્યારે તેને આ બાળકી ઘર નજીક રમતી દેખાઈ હતી અને તેને ચોકલેટની લાલચ આપીને સાથે લઈ ગયો હતો. પછી અવાવરું જગ્યા પર જઈ બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું. બાળકી રડવા લાગતા તે બાળકીને ઘટનાસ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો. આરોપી અંકિત ઓમપ્રકાશ ગૌતમ મૂળ ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના સિરસા ગામનો વતની હોવાનું જાણવા મળ્યું છે.