February 28, 2025

સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ ફરી એક વખત ભભૂકી ઉઠી, મેજર કોલ જાહેર

Surat Fire: સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં ફરી આગ લાગી છે. ગઈ કાલે પણ આગ લાગી હતી. જેમાં ધુમાડામાં ગૂંગળાઈ જતા એકનું મોત થયું હતું. આજે ફરી આગ લાગતા ફાયરના મોટા કાફલા દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: AIની આડઅસરઃ ભીડને જોઈને ભૂરાયો થયો રોબોટ, કરી દેવાવાળી

શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ
સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફરી આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ગઈ કાલે આગ લાગી હતી તેમાં એકનું મોત થયું હતું. મેયર દક્ષેશ માવાણીએ આગને લઈને નિવેદન આપ્યું છે.કહ્યું કે, ગઈકાલે બેઝમેન્ટમાં લાગેલી આગ સંપૂર્ણ કાબુમાં આવી ગઈ હતી. ગઈ કાલે આગ કાબુમાં આવ્યા બાદ ફાયરની ટીમ રવાના થઈ હતી. આજે સવારે ફરી આગની ઘટના બની છે. જોકે 80% આગ કાબુમાં આવી ગઈ છે અને 20% આગ પણ વહેલી તકે કાબુમાં આવશે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ટેક્સટાઇલ માર્કેટમાં ફાયર એનઓસી છે અને ફાયરના સાધનો પણ છે.