સુરતના ડીંડોલીમાં PIએ કારમાં બેઠેલા યુવકોને માર માર્યાનો VIDEO VIRAL

સુરતઃ શહેરના રાંદેર વિસ્તારમાં નશામાં ધૂત પોલીસ કોન્સ્ટેબલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોલીસ કોન્સ્ટેબલ નશામાં ધૂત થઈ કાર ચલાવતા લોકોએ કાર પકડી પાડી હતી અને કંટ્રોલ રૂમમાં સમગ્ર ઘટના વિશે જાણ કરી હતી.
આ અંગે કંટ્રોલ રૂમમાં જાણ કરતા PCR વાન આવી પહોંચી હતી. રાહદારીઓએ પણ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. કોન્સ્ટેબલ અનિલ જહાંગીરપુરા પોલીસમાં ફરજ બજાવે છે. અનિલ અવારનવાર માંદગીના લીધે ગેરહાજર રહેતો હતો. ત્યારે કારમાં દારુની બોટલો પણ હોવાની સ્થાનિકોમાં ચર્ચા ચાલુ છે.
સુરતમાં PIની દાદાગીરીનો વીડિયો વાયરલ
સુરતના ડીંડોલીમાં PIની દાદાગીરીનો વીડિયો વાયરલ#surat #Dindoli #bullying #SuratPolice #viralvideo #NewsCapitalGujarat #JaneCheGujarat pic.twitter.com/T4E2un06NL
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) August 20, 2024
સુરતમાં ડીંડોલીના PIનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં PI દાદાગીરી કરતા જોવા મળ્યા હતા. મોડી રાત્રે કારમાં બેઠેલા યુવકોને માર માર્યો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. પોલીસે યુવકોને લાતો મારીને ભગાડ્યા હતા. મળતી માહિતી પ્રમાણે, PI એચજે સોલંકીની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો હતો. પોલીસે જેને માર માર્યો હતો તે યુવક એડવોકેટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વકીલ દ્વારા પોલીસ કમિશનરને આવેદન પત્ર પાઠવવામાં આવશે અને આવેદનપત્ર આપી ન્યાયની માગ કરવામાં આવશે.