સુરતમાંથી 500 ગ્રામ MD ડ્રગ્સ ઝડપાયું, 3ની ધરપકડ

સુરત ક્રાઇમ બ્રાન્ચ - ફાઇલ તસવીર
સુરતઃ ગુજરાત હવે જાણે ડ્રગ્સનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે સુરત શહેરમાંથી મોટા પ્રમાણમાં એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. ત્યારે આ મામલે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
51 લાખનું એમડી ડ્રગ્સ ઝડપાયું
મળતી માહિતી પ્રમાણે, સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ત્યારે 51 લાખના એમડી ડ્રગ્સ સાથે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર પાર્સિંગની કારમાં ત્રણ યુવાનો આવ્યા હતા અને તેમની પાસેથી 500 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે.
ભાટિયા ટોલનાકા પાસેથી ઝડપાયા
ભાટિયા ટોલનાકા નજીક ચેકિંગ કરવામાં આવતું હતું અને ત્યારે ચેકિંગ દરમિયાન ડ્રગ્સ ઝડપાયું હતું. ત્યારે તપાસ દરમિયાન યુવાનો પાસેથી મોબાઈલ અને રોકડ પણ મળી આવી હતી. આ સાથે જ ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય યુવાનોની ધરપકડ કરી છે.