સુરતના અઠવામાં પોલીસ પર હુમલો, DCP બોલ્યા – આવું ચલાવી નહીં લેવાય, કડક કાર્યવાહી થશે

સુરતઃ શહેરના અઠવા વિસ્તારમાં પોલીસ પર હુમલાની ઘટના મામલે પ્રેસ કોન્ફરન્સ યોજી સુરત ડીસીપીએ માહિતી આપી હતી.
સુરત ડીસીપી વિજયસિંહ ગુર્જરે આ મામલે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ‘ગત રોજ સલાબતપુરા પોલીસ મથકના બે કોન્સ્ટેબલો નાઈટ પેટ્રોલિંગમાં હતા. શંકાસ્પદ ઓટો રીક્ષામાં સવાર ચાર લોકો ભાગવા જતા પીછો કર્યો હતો. મોહમ્મદ તૂફેલ, મોહમ્મદ હનીફ શેખ, હનીફ ઉર્ફે મોનું હારુન શેખ, અબ્દુલ સાહિલ, અબ્દુલન રઉફ શેખની ધરપકડ કરી હતી.’
#Surat :
પોલીસ પર હુમલો કરનારા આરોપીઓ સકંજામાં.
મોહમ્મદ તુફૈલ, મોહમ્મદ હનીફ શેખ, અબ્દુલ સાહિલની ધરપકડ.#Police | @CP_SuratCity
Report : @rupapra123 pic.twitter.com/9T7KluC1Hs
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) February 12, 2025
તેઓ વધુમાં જણાવે છે કે, ‘તૂફેલ અગાઉ અઠવા, રાંદેર, ખટોદરા, ઉમરા પોલીસ સ્ટેશનમાં મારામારી, ચોરી, ધાક ધમકી, હત્યા જેવા ગુનામાં આરોપી છે. આરોપી હનીફ શેખ વિરૂદ્ધ અમરોલીમાં મારામારી, ધાકધમકી જેવા ગુના રજિસ્ટર કર્યા છે. આરોપી અબ્દુલ વિરૂદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયો છે. આરોપીઓએ નાઇટ્રોજન કન્ટેનવાળી ગોળીઓ નશા માટે ઉપયોગમાં લેતા હતા. હુમલાના સમયે પણ આરોપીઓએ ગોળીઓનો નશો કર્યો હતો. આરોપીઓએ રેક્સન ટી નામની એન્ટી બાયોટીક સીરપનો નશો કરે છે.’
તેઓ કહે છે કે, ‘બે આરોપીઓને વડોદરા અને એકની સુરતથી ધરપકડ કરવામાં આવી હતી. નીતિન ઉર્ફે લંગડો હાલ પોલીસ પકડથી દૂર છે. આરોપીઓ પાસેથી નશાની ગોળીઓ જપ્ત કરવામાં આવી હતી. જે ગોળીઓ અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઘટના બન્યા બાદ બાઈક પર સવાર પોલીસ જવાનોએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી.’
તેઓ વધુમાં કહે છે કે, ‘ઘટનાસ્થળે એક મિનિટ બાદ આરોપીઓ ભાગી છૂટ્યા હતા. આરોપીઓ ઓટો રિક્ષા લઈ વડોદરાથી ભાગી છૂટ્યા હતા. સુરત પાર્સિંગની ઓટો રિક્ષાને વડોદરા પાર્સિંગની કરી રજિસ્ટ્રેશન નંબરમાં છેડછાડ કરી હતી. આ ઘટનામાં આરોપીઓએ હુમલો કરતા સ્વબચાવમાં પોલીસે પણ હુમલો કર્યો હતો. આ ખૂબ જ ગંભીર ઘટના હતી. આવી ઘટનાઓને કોઈ સામાન્ય રીતે નહિ લેવામાં આવે. આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટેના પ્રયાસ પોલીસ તરફથી રહેશે. કેસની સંપૂર્ણ માહિતી એકત્ર કરવામાં આવશે.’