AAPના લાંચિયા કોર્પોરેટરની વાતચીતનો ઓડિયો વાયરલ, જાણો તમામ માહિતી
સુરતઃ શહેરમાં આમ આદમી પાર્ટીના લાંચિયા કોર્પોરેટર પકડાયા હતા. ત્યારે તેમની વાતચીતની ઓડિયો ક્લિપ સામે આવી છે. આ ઓડિયો ક્લિપમાં બંને પૈસાની લેતીદેતી મામલે વાતચીત કરતા હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે.
કોર્પોરેટર વિપુલભાઇ વિસરામભાઇ સુહાગીયાની વાતચીત
વિપુલભાઇ સુહાગીયાઃ તો કાયદેસરની કાર્યવાહી થાહે. અટવાઈ જાહે એને કે વધારે લાંબુ થાહે લાંબુ કરવાનું છે? જી કાંઈ વાંધો નહીં, પણ એને કેવ આજ સાંજ સુધી પતાવે બધું. કાયદેસરમાં પછી પાછુ લાંબુ થાય. આજ સાંજ સુધીમાં પતાવી આજ રાત સુધીમાં નહીં તો કાલ સવારે કાયદેસરનો કદાચ… હા પછી તમે જઇ આવ અને આજની તારીખમાં પતાવીને.
કોર્પોરેટર જીતેન્દ્રભાઇ પાંચાભાઇ કાછડિયાની વાતચીત.
જીતુભાઇ કાછડીયાઃ એમ નહીં એ આપણી બધી ચર્ચા થઈ ગઈ, ડોક્યુમેન્ટ આપી ગયા, કામ પતી ગયું. બીજુ શું
છે, તમે એમ કહેતા હતા કે, આમ મને કે, આ કરવું તેમ કરવું, મેં કીધું મેં કીધું આપી દયો ડોક્યુમેન્ટ, જે ડોક્યુમેન્ટ દેવાના હોય તે દઇ દો, પતી ગયું. ક્લીયર કરીને ડોક્યુમેન્ટ તમારે, તમારે હેન્ડ ઓવર કરવા હતા, હેન્ડ ઓવર કર્યાને બરાબર તે જ દિ વાત થઇ ગઇ હતી, બાકી મારે ઘટે નહિ, મારે ઘટે નહી. મારે કોઇ વાંધો નહીં બરોબર..
દસ ડોક્યુમેન્ટ ઘટે છે. કાંઇ નહિ હવે આપડે હવે ડોક્યુમેન્ટનું શું છે તમે મને કેટલા દિવસમાં આપો ઇ પ્રમાણે કેજો ઘટે એ આપી દેજો એટલે પતી ગયું. પૈસા એ જ ડોક્યુમેન્ટ કહેવાય… ચર્ચા કરતા હોયને પૈસા એને જ ડોક્યુમેન્ટ કહેવાય. પૈસાને જ ડોક્યુમેન્ટ કહેવાય કોઇ તમને ચોખ્ખુ ના કેય કે તું મને દે એમ. મને કાલે ઇ ત્યાં ના પહોચાડે તો તમારે ના પહોચાડવું હોય તો મને કે જો. તો તો સાહેબ પેલા લાકડા જેવુ થઇ જાતે. કાલ હાજે છ વાગ્યા સુધીનો ટાઇમ છે. કાલ આપી ધ્યો.. એટલે મેટર ક્લોઝ થઇ જાય.. ચાલો.