સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મરની ધરતી પર વાપસી, સામે આવી પહેલી તસવીર

NASA: 9 મહિના બાદ આખરે આતુરતાનો અંત આવ્યો છે અને સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મર સાથે નિક હેગ અને એલેક્ઝાંડરસુરક્ષિત રીતે ધરતી પર પરત આવ્યા છે. દરેક વ્યક્તિને સ્પેસક્રાફ્ટ દ્વારા પૃથ્વી પર લાવવામાં આવ્યા હતા. સુનિતા વિલિયમ્સ અને નિક હેગ સહિત તમામ અવકાશયાત્રીઓની પ્રથમ પ્રતિક્રિયા જાહેર કરવામાં આવી છે .

ડ્રેગન સ્પેસક્રાફ્ટના સફળ ઉતરાણ પછી સુનિતા વિલિયમ્સ સહિત તમામ અવકાશયાત્રીઓને એક પછી એક બહાર કાઢવામાં આવ્યા હતા. ડ્રેગનમાંથી બહાર આવતાની સાથે જ સુનિતા વિલિયમ્સે કેમેરા તરફ જોયું અને સ્મિત કર્યું . 9 મહિના પછી ઘરે પરત ફરવાની ખુશી પણ તેમના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય છે.

સ્પ્લેશડાઉન સાઇટની આજુબાજુમાં ઉભેલા એક રિકવરી જહાજે બે ઝડપી બોટની મદદથી ડ્રેગન કેપ્સ્યુલને સુરક્ષિત કર્યું. તેનાથી એ ખાતરી કરવામાં મદદ મળી કે સ્પેસશીપ રિકવરી માટે સુરક્ષિત છે. પછી રિકવરી ક્રૂ-9 સભ્યો સાથે ડ્રેગનને મુખ્ય ડેક પર ચઢાવવાની સ્થિતિમાં આવ્યું અને તપાસ પૂરી થઈ ગયા બાદ તમામ અવકાશયાત્રીઓને બહાર કાઢવામાં આવ્યા.

અવકાશયાત્રી નિક હેગ અવકાશયાન કેપ્સ્યુલમાંથી પહેલાં બહાર કાઢવામાં આવ્યા હતા. કેપ્સ્યુલમાંથી બહાર આવતાની સાથે જ નિક હેગે હાથ હલાવીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

છેલ્લા નવ મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર અટવાયેલા નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મર આજે સવારે સ્પેસએક્સ અવકાશયાનમાં પૃથ્વી પર પહોંચ્યા. બંને અવકાશયાત્રીઓ નવ મહિના પહેલા બોઈંગની ટેસ્ટ ફ્લાઈટ દ્વારા સ્પેસ સ્ટેશન પર પહોંચ્યા હતા. બૂચ વિલ્મોર અને ભારતીય મૂળના સુનિતા વિલિયમ્સ, અન્ય બે અવકાશયાત્રીઓ સાથે મંગળવારે સ્પેસએક્સ કેપ્સ્યુલ પર આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશનને અલવિદા કહ્યું.

ડ્રેગન અવકાશયાન ફ્લોરિડાના કિનારે ઉતર્યું
સોમવાર-મંગળવારે, યુએસ ઇસ્ટ કોસ્ટ ટાઇમ (10:30 AM IST) પછી સવારે 1 વાગ્યા પછી કેપ્સ્યુલ ઇન્ટરનેશનલ સેન્ટરથી અલગ થઇ અને હવામાનની અનુમતિ અનુસાર ઇસ્ટ કોસ્ટ ટાઇમ (મંગળવાર-બુધવાર, ભારતીય સમય અનુસાર 3:27 કલાકે) સવારે 5:57 વાગ્યે ફ્લોરિડા કિનારે લેન્ડ થયું.

આ પણ વાંચો: કેરીના ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થવાની સંભાવના, ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું