November 6, 2024

નેપાળના ફસાયેલા વલસાડના 9 યુવાનોનું કરાયું સફળ રેસ્ક્યૂ, ઇન્ડિયન એમ્બેસી લવાયા

Valsad Youth Rescue in Nepal: વલસાડ જિલ્લાના પારડી વિસ્તારના 9 યુવાનો નેપાળ ખાતે ભગવાન પશુપતિનાથજીના દર્શનાર્થે પોતાની માલિકીના વાહનોમાં ગયા હતા. જ્યાં તેઓ પૂરમાં ફસાઈ ગયા હતા. આ અંગેની જાણ તેમના દ્વારા અને તેમના પરિજનો દ્વારા લોકસભાના દંડક તેમજ વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલને કરતા તેમણે ત્વરિત આ અંગે દેશના ગૃહમંત્રી અમિત શાહને સંપર્ક કરી સમગ્ર ઘટના અંગેની જાણ કરી હતી. બાદમાં, કેન્દ્રીય ગૃહમંત્રીના માર્ગદર્શન હેઠળ નેપાળ ખાતે ફસાયેલ તમામ 9 યુવાનોને ભારત સરકારની ઇન્ડિયન એમ્બેસી દ્વારા નેપાળ સરકાર સાથે સંપર્ક કરી તમામને રેસ્ક્યુ કરી તેમને ઇન્ડિયન એમ્બેસી ખાતે સુરક્ષિત લઈ જવામાં આવ્યા હતા.

રેસ્ક્યૂ કેરાયેલ યુવાનો

  1. મિતેશ મોહનભાઈ ભંડારી
  2. મિતેશ સુરેશભાઈ પટેલ
  3. નિલેશ ઈશ્વરભાઈ પટેલ
  4. જીગરકુમાર ભરતભાઇ પટેલ
  5. જયનેશ હિરુભાઈ ભંડારી
  6. જયેશ ઠાકોરભાઈ પટેલ
  7. જિનલ શશીકાંતભાઈ રાઉત
  8. તુષાર કાંતિભાઈ પટેલ
  9. વિમલ અનિલભાઈ ભંડારી

વલસાડ જિલ્લાના પારડી ખાતે રહેતા 9 યુવાનો પોતાની માલિકીની કારમાં ભગવાન પશુપતિનાથજીના દર્શન કરવા માટે નેપાળ ખાતે ગયા હતા. જ્યાં, તેઓ સંજોગોવશ ફસાઈ જતા આ અંગે તેમણે અને તેમના પરિજનો દ્વારા લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલને કરતા તેમણે સમગ્ર ઘટના અંગેની જાણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહીને કરવામાં આવ્યા હતા.

ગૃહમંત્રીએ નેપાળ સરકાર સાથે સીધો સંપર્ક કરી પારડીના તમામ 9 યુવાનોને રેસ્ક્યુ કરી હેમકેમ પરત નેપાળ સ્થિત ઇન્ડિયન એમ્બેસી ખાતે તમામ યુવાનોને લઈ જવામાં આવ્યા હતા. રેસ્ક્યુ કરાયેલા તમામ યુવાનોએ ગૃહમંત્રી અમિત શાહ, લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલનો આભાર વ્યક્ત કરી સાંસદ જોડે વીડિયો કોલ કરી તેમની લાગણીઓ વ્યક્ત કરી હતી