September 18, 2024

શેરબજાર સામાન્ય ઘટાડા સાથે ખુલ્યું, ITCએ સૌથી વધુ ઉછાળા સાથે શરૂ કર્યો કારોબાર

Share Market: સ્થાનિક શેરબજારો આજે કારોબાર માટે ખુલી ગયા છે. ગુરુવારે BSE સેન્સેક્સ 47.52 પોઈન્ટના ઘટાડા સાથે 79,420.49 પોઈન્ટ પર ખુલ્યો હતો, જ્યારે બીજી તરફ નિફ્ટી પણ 48.95 પોઈન્ટના ઘટાડા સાથે 24,248.55 પોઈન્ટ પર ખુલ્યો હતો. ગુરુવારે લખાય છે ત્યાં સુધી, ITCના શેરે સૌથી વધુ 0.59 ટકાના વધારા સાથે ટ્રેડિંગ શરૂ કર્યું હતું.

JSW સ્ટીલે મોટા ઘટાડા સાથે બિઝનેસ શરૂ કર્યો
આ સિવાય ટાટા મોટર્સ 0.35 ટકા, ટાઇટન 0.32 ટકા, હિન્દુસ્તાન યુનિલિવર 0.30 ટકા અને એચડીએફસી બેન્કના શેરોએ 0.23 ટકાના ઉછાળા સાથે આજના કારોબારની શરૂઆત કરી હતી. જ્યારે JSW સ્ટીલે 1.61 ટકાના સૌથી મોટા ઘટાડા સાથે વેપાર શરૂ કર્યો. આ સિવાય ઈન્ફોસિસના શેરે 1.53 ટકા, ટાટા સ્ટીલ 1.33 ટકા, લાર્સન એન્ડ ટુબ્રો 1.26 ટકા અને અલ્ટ્રાટેક સિમેન્ટના 0.98 ટકાના નુકસાન સાથે ટ્રેડિંગ શરૂ કર્યું હતું.

આ પણ વાંચો: શ્રાવણ માસમાં સાપુતારા હિલ સ્ટેશન સ્થિત નાગેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી

બુધવારે શેરબજારમાં જોરદાર રિકવરી જોવા મળી હતી
સતત ત્રણ દિવસના ઘટાડા બાદ બુધવારે શેરબજારમાં સારી રિકવરી જોવા મળી હતી. બુધવારે સેન્સેક્સ 874.94 પોઈન્ટના વધારા સાથે 79,468.01 પોઈન્ટ પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી પણ 304.95 પોઈન્ટના ઉછાળા સાથે 24,297.50 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. આ પહેલા મંગળવારે સેન્સેક્સે 166.33 પોઈન્ટ્સ અને નિફ્ટીએ 63.05 પોઈન્ટ્સનો ઘટાડો નોંધ્યો હતો. જ્યારે સોમવારે વૈશ્વિક વેચાણના દબાણને કારણે સેન્સેક્સ 2,222.55 અને નિફ્ટી 662.10 પોઈન્ટના ભારે ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ગયા અઠવાડિયે શુક્રવારે પણ શેરબજારો મોટા ઘટાડા સાથે બંધ થયા હતા.

તમને જણાવી દઈએ કે RBI MPC કમિટીની બેઠકના નિર્ણયો પણ આજે જાહેર થવાના છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ સવારે 10 વાગ્યે નિર્ણયોની જાહેરાત કરશે, જેની સીધી અસર સ્થાનિક શેરબજાર પર જોવા મળી શકે છે. એવી શક્યતાઓ છે કે RBI સતત 9મી વખત રેપો રેટને સ્થિર રાખવાની જાહેરાત કરી શકે છે.