October 7, 2024

Stock Market: 15 મિનિટમાં 2 લાખ કરોડ ડૂબ્યા

આજે  શેરબજારમાં ખુલતાની સાથે જ ભૂકંપ આવ્યો છે. સેન્સેક્સ કડાકા સાથે 1129 પોઈન્ટ નીચે આવતા 72000 પર પહોંચ્યો હતો. શેરબજારમાં થયેલા મોટા ઘટાડાના કારણે રોકાણકારોને મોટો આંચકો લાગ્યો છે. બજાર ખુલતાની 15 મિનિટમાં જ રોકાણકારોના 2 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. બુધવારે શરૂઆતના વેપારમાં સેન્સેક્સ 1,371.23 પોઈન્ટ ઘટીને 71,757.54 પોઈન્ટ પર અને નિફ્ટી 395.35 પોઈન્ટના ઘટાડા સાથે 21,636.95 પોઈન્ટ પર ખુલ્યો હતો. વૈશ્વિક શેરબજારના નકારાત્મક સમાચારોની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી હતી. નિફ્ટી ઇન્ડેક્સ હેવીવેઇટ એચડીએફસી બેન્કના નબળા પરિણામોએ પણ શેરબજારને નિરાશ કર્યા હતા.

બેન્કિંગ શેરોમાં તેજી

શેરબજારમાં ઘટાડા વચ્ચે આઇટી શેરોમાં તેજી જોવા મળી રહી છે, જ્યારે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસના શેરોમાં તેજી છે. ટીસીએસ, એચસીએલ ટેક મહિન્દ્રા, ઈન્ફોસીસના શેરમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે એચડીએફસી સૌથી વધુ ઘટતો શેર બન્યો છે. HDFCનો શેર 5.47 ટકા ઘટીને રૂ. 1587.15 પર પહોંચ્યો હતો. એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, સ્ટેટ બેંક અને બજાજ ફાઈનાન્સના શેર લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે.

15 મિનિટમાં 2 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા

શેરબજારમાં કડાકો થતાં જ રોકાણકારોની ચિંતા વધી ગઈ છે. બજાર ખુલતાની 15 મિનિટમાં જ રોકાણકારોએ 2 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ સવારે રૂ. 1.91 લાખ કરોડ ઘટીને રૂ. 373.04 લાખ કરોડે પહોંચ્યું હતું.

શા માટે બજાર તૂટ્યું?

વૈશ્વિક બજારમાંથી નબળા સંકેતોની નકારાત્મક અસર બજાર પર જોવા મળી હતી. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા હાલમાં કોઈ દરોને ઘટાડવામાં નહીં આવે તેવા નિવેદને બજારના સેન્ટિમેન્ટને બગાડ્યું છે. ફેડરલ રિઝર્વના આ નિવેદન બાદ અમેરિકન બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. તેની અસર મોટાભાગના એશિયન બજારો પર પણ જોવા મળી હતી. તે જ સમયે HDFC બેંકના નબળા પરિણામોએ બજારને નિરાશ કર્યું.

આજે કયા શેરની ખરીદી કરવી?

બજારની સ્થિતિ ઘટાડા તરફ દેખાઈ રહી છે. આ સમયે કેટલાક શેર ખરીદવા તમારા માટે ફાયદારૂપ બની શકે છે. જો તમે આજે શેરની ખરીદી કરવા માંગતો હો તો Dabur India, Biocon, Titan, Interglobe Aviation, ITC  અને Dr Reddy’s Labs લઈ શકો છો. આ તમામ શેર ફાયદા તરફ આગળ વધશે તેવા અનુમાન છે.