October 4, 2024

SRH vs PBKS: હૈદરાબાદ સામેની હાર માટે ધવને કોને જવાબદાર ઠેરવ્યો?

IPL 2024 ની 23મી મેચ પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. જેમાં પંજાબ કિંગ્સને સિઝનની ત્રીજી મેચમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જોકે ટીમની હાર બાદ કેપ્ટન શિખર ધવન ખુબ નિરાશ જોવા મળ્યો હતો. મેચમાં હાર થતા શિખર ધવને ભૂલો પર નિવેદન આપ્યું હતું.

ફાયદો ઉઠાવી શક્યા નહીં
ધવને મેચમાં હાર બાદ કહ્યું, ‘મને લાગે છે કે શશાંક અને આશુતોષે શાનદાર ઇનિંગ રમી હતી. અમે તેમને સારા સ્કોર સુધી રોક્યા હતા. પરંતુ પહેલી 6 ઓવરમાં કોઈ ફાયદો ઉઠાવી શક્યા ના હતા. 3 વિકેટ ગુમાવ્યા બાદ અમે પાછળ રહી ગયા હતા. છેલ્લે અમારે હારનો સામનો કરવો પડ્યો હતો. બેટિંગને લઈને તેણે કહ્યું કે ખેલાડીઓની બેટિંગે અમને નિરાશ કરી દીધા છે. જોકે ધવને શશાંક સિંહ અને આશુતોષ શર્માની શાનદાર બેટિંગની પણ પ્રશંસા કરી હતી.

આ પણ વાંચો: શુબમન ગિલ અને સંજુ સેમસનની આજે પ્લેઇંગ ઈલેવન કેવી રહેશે?

આત્મવિશ્વાસ મળશે
ધવને શશાંક સિંહ અને આશુતોષ શર્માની બેટિંગના વખાણ કર્યા હતા. વખાણ કરતા કહ્યું કે શશાંક અને આશુતોષ જેવા યુવાનોને જોઈને ખુબ ખુશી થાય છે. આ બંને ખેલાડીઓના કારણે મેચમાં અમે ખુબ સારૂ કરી શક્યા હતા. પરંતુ આવનારી મેચમાં અમારે વધુ સારા પ્રદર્શન પર ધ્યાન આપવું પડશે. અહિંયા આ વાત મહત્વની છે કે આશુતોષ શર્મા અને શશાંક સિંહે જબરદસ્ત બેટિંગ કરી હતી. શશાંકે 25 બોલમાં 46 રનની અણનમ ઇનિંગ રમી હતી જ્યારે આશુતોષે 15 બોલમાં 33 રનની તોફાની અણનમ ઇનિંગ રમી હતી.