October 13, 2024

એશિયા કપની મધ્યમાં ભારતીય મહિલા ટીમમાંથી આ ખેલાડી બહાર

Women’s Asia Cup 2024: ભારતીય મહિલા ટીમે એશિયા કપ 2024ની શરૂઆત પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં 7 વિકેટથી જીત મેળવી છે. ટીમને ઓફ સ્પિનર ​​શ્રેયંકા પાટિલના રૂપમાં મોટો ફટકો પડ્યો છે. તે ઈજાના કારણે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.

પ્રથમ મેચમાં શાનદાર શરૂઆત
ભારતીય મહિલા ટીમ હાલમાં શ્રીલંકા દ્વારા આયોજિત T20 એશિયા કપમાં રમી રહી છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાનું પહેલી મેચમાં સારું પ્રદર્શન જોવા મળ્યું હતું. પાકિસ્તાન સામેની મેચ 7 વિકેટથી જીતી લીધી હતી. ભારતીય ટીમને ઓફ સ્પિનર ​​શ્રેયંકા પાટિલના રૂપમાં મોટો ફટકો પડ્યો છે. એક માહિતી પ્રમાણે આંગળીમાં ફ્રેક્ચરને કારણે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. આજે ટીમ ઈન્ડિયાની મહિલા ટી20 એશિયા કપમાં તેની બીજી મેચ UAEની ટીમ સામે રમવાની છે.

આ પણ વાંચો: આવતીકાલે એશિયા કપ 2024માં ભારત-પાકિસ્તાનની મહિલા ટીમો વચ્ચે ટક્કર

ઈજાગ્રસ્ત થઈ હતી
તમને જણાવી દઈએ કે શ્રેયંકા પાટિલ પાકિસ્તાન સામેની મેચમાં કેચ લેતી વખતે ઈજાગ્રસ્ત થઈ હતી. શ્રેયંકાને તેના ડાબા હાથની આંગળીમાં ફ્રેક્ચર થયું છે. જોકે આવું થયું ત્યારે તેણે બોલિંગ ચાલુ રાખી હતી. 3.2 ઓવરમાં માત્ર 14 રન આપીને 2 વિકેટ લીધી હતી. શ્રેયંકાના સ્થાને રિપ્લેસમેન્ટ પ્લેયરના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. મહિલા T20 એશિયામાં સમગ્ર ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયેલી શ્રેયંકા પાટીલની જગ્યાએ બોલર તનુજા કંવરને ટૂર્નામેન્ટની બાકીની મેચો માટે ટીમ ઈન્ડિયાનો ભાગ બનાવવામાં આવી છે.