October 11, 2024

ગૌવંશની ચોરી મામલે ગ્રામ્ય LCBની તપાસમાં ‘માંગ અને ભાવ’નો ચોંકાવનારો ખુલાસો

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદ ગ્રામ્યના સાણંદ વિસ્તારમાં ગૌવંશ ચોરીના સીસીટીવી વાયરલ થયા બાદ ગ્રામ્ય LCBએ 5 આરોપીની ધરપકડ કરી છે. ઝડપાયેલા તમામ આરોપી જુહાપુરાના હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ ગૌમાંસની માંગ વધુ અને ભાવ વધુ હોવાથી ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત આરોપીઓ અગાઉ પણ આ પ્રકારની ચોરીને અંજામ આપી ચુક્યાં છે. મોટા ભાગના આરોપીનો ગુનાઈત ઈતિહાસ હોવાનું સામે આવ્યું છે. ત્યારે આરોપીએ ગૌંવશ કોને વેચ્યુ અને ક્યાં તેની તપાસ ચાલુ છે.

અમદાવાદ ગ્રામ્ય LCBની કસ્ટડીમાં રહેલા આરોપીના નામ સોહીલ ઘાંચી, સમીર મોમીન, શહેબાઝ પઠાણ, સીરાજ શેખ અને સલીમખાન પઠાણ છે. આ તમામ આરોપી અમદાવાદ જુહાપુરાના વતની છે. આરોપીઓ એ 5 દિવસ પહેલા વાઘેલા બોર્ડીંગ પાસે એક ગાયની ચોરી થઈ હતી. જેના સીસીટીવી સામે આવ્યા બાદ સમગ્ર ગ્રામ્યની પોલીસ આ આરોપીને શોધવા લાગી હતી. જેમા ગાડીની તપાસ કરતા તમામ આરોપી અમદાવાદના હોવાનું સામે આવતા પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી છે. સાથે જ ગુનામાં વપરાયેલી ગાડી કબ્જે કરી છે.

ગૌવંશ ચોપીના ગુનામા ઝડપાયેલા આરોપીની પુછપરછ કરતા સામે આવ્યું કે ગૌમાંશની માંગ વધુ અને ભાવ પણ સારો મળતો હોવાથી ચોરી કરી હતી. સાથે જ વધુ એક ગાય ચોરીનો પ્રયાસ પણ તેમણે કર્યો હતો. આરોપીના ગુનાઈત ભુતકાળની તપાસ કરતા સોહીલ ધાંચી, સમીર મોમીન, શહેબાઝ પઠાણ અને સલીમ પઠાણ વિરુધ્ધ કુલ 26 કરતા વધુ ગુના નોંધાયા છે. આરોપી અગાઉ પણ ગૌ વંશની ચોરી કરી તેને કસાઈઓ ને વહેંચી ચુક્યા હોવાનું સામે આવ્યું છે. તેથી પોલીસે આ ગુનામાં ગૌ વંશ કોને વેચ્યુ છે તે અંગે તપાશ શરુ કરી છે.

ગૌવંશની ચોરીના સીસીટીવી સામે આવ્યાં બાદ પોલીસે 5 આરોપીની ધરપકડ કરી છે, આ ઉપરાંત પણ અગાઉ પોલીસ આવી ગૌ વંશ ચોરી કરતી ગેંગ ઝડપી ચુકી છે. ત્યારે ગૌમાંસ પર પ્રતિંબધ હોવા છતા અવારનવાર ગૌ વંશની ચોરી અને ગૌમાંસનુ વેચાણ ઝડપાય છે. પરંતુ આવા આરોપી વિરુધ્ધ કડક કાર્યવાહી ન થતાં ગૌવંશ ની ચોરી અને હત્યા રોકવામાં પોલીસ શફળ થતી નથી.