October 5, 2024

શિવસેનાના સંજય ગાયકવાડનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન – કોંગ્રેસનાં કૂતરાંઓને દાટી દઈશું…

Shivsena: શિંદે જૂથના શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડે વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીના જીભ કરડવાના વિવાદાસ્પદ નિવેદન બાદ તેમણે આવી ટિપ્પણી કરી છે જે વધુ ઉશ્કેરણીજનક અને વિવાદાસ્પદ છે. શિવસેનાના ધારાસભ્યએ કહ્યું કે તેઓ તેમના કાર્યક્રમમાં આવતા ‘કોંગ્રેસના કૂતરાઓને દાટી દેશે’. અગાઉ તેમણે કહ્યું હતું કે જે કોઈ રાહુલ ગાંધીની જીભ કાપશે તેને 11 લાખ રૂપિયાનું ઈનામ આપશે.

બુલઢાણાના શિવસેનાના વિધાનસભ્ય એક વીડિયોમાં કહેતા સાંભળવા મળે છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે તેમના જિલ્લામાં સરકારની મહિલાઓ માટેની ‘લાડકી બહેન યોજના’ વિશેના એક કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં ‘કોંગ્રેસના કૂતરાં’ ન આવવા જોઈએ. તેમણે કહ્યું, ‘જો કોઈ કોંગ્રેસી કૂતરો મારા કાર્યક્રમમાં ઘૂસવાનો પ્રયાસ કરશે તો હું તેને ત્યાં દાટી દઈશ.’

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદીને ગણાવ્યા ‘ફેન્ટાસ્ટિક મેન’, કહ્યું- આવતા અઠવાડિયે થશે મુલાકાત

શિંદે જૂથના શિવસેના ગાયકવાડનો બીજો વીડિયો પણ એ જ દિવસનો હોવાનું કહેવાય છે કે જે દિવસે તેણે રાહુલ ગાંધીની જીભ કાપવાનું નિવેદન આપ્યું હતું. જોકે, આ મામલે પોલીસે સોમવારે રાત્રે તેની સામે ગુનો નોંધ્યો છે. ગાયકવાડ તેમના વિવાદો માટે જાણીતા છે. ગયા મહિને સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક પોલીસકર્મી તેમની કાર ધોઈ રહ્યો હતો.