December 10, 2024

NCP-શરદચંદ્ર પવાર; શરદ પવાર ગ્રુપને મળ્યું નવું નામ, આ હશે ચૂંટણી ચિહ્ન

મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા શરદ પવાર(Sharad Pawar)ની નવી પાર્ટીનું નામ ‘રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી – શરદચંદ્ર પવાર’ હશે. જેની માહિતી ચૂંટણી પંચે દ્વારા આપવમાં આવી છે. નોંધનીય છે કે ચૂંટણી પંચે એક દિવસ પહેલા જ ચુકાદો આપ્યો છે કે તેમના ભત્રીજા અજિત પવાર(Ajit Pawar)ની આગેવાની હેઠળનો જૂથ ‘અસલી’ NCP છે. ચૂંટણી પંચે શરદ પવારને નવી પાર્ટીના નામ અને નવા ચૂંટણી ચિન્હ માટે 3-3 વિકલ્પો રજૂ કરવાનું કહેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: શરદ પવાર પહેલા જ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા અજિત પવાર, કેવિયેટ દાખલ કરી

NCP પર અજિત પવારનું નિયંત્રણ
ચૂંટણી પંચે 6 ફેબ્રુઆરીએ અજિત પવારને પાર્ટીનું નામ અને ચૂંટણી ચિન્હ પ્રદાન કર્યું. તેમણે દલીલ કરી હતી કે અજિત પવારનું જૂથ ‘અસલી’ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી છે કારણ કે તેની વિધાનસભામાં વધુ ધારાસભ્યો છે. એનસીપી પાસે 53 ધારાસભ્યો છે અને જેમાંથી માત્ર 12 જ ધારાસભ્યો શરદ પવારની સાથે છે. શરદ પવારને વૈકલ્પિક નામ આપવા માટે આજે સાંજે 4 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો.
અગાઉ ચૂંટણી પંચે ‘શિવસેના’ વિરુદ્ધ પણ આવો જ નિર્ણય આપ્યો હતો. એકનાથ શિંદેની આગેવાની હેઠળના જૂથ (જે શિવસેના તોડીને અને ભાજપ સાથે જોડાણ કરીને મુખ્યમંત્રી બન્યા હતા)ને ‘અસલી શિવસેના’ તરીકે ઓળખવામાં આવી હતી. બીજી બાજુ શરદ પવાર જૂથના વરિષ્ઠ નેતા જયંત પાટીલે કહ્યું છે કે ચૂંટણી પંચના નિર્ણય સામે શરદ પવારની સાથે સુપ્રીમ કોર્ટમાં જશે.