સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો, 65 પતંગબાજો લીધો ભાગ

Statue of Unity: નર્મદા જિલ્લા વહિવટીતંત્ર, ગુજરાત પ્રવાસન નિગમ-ગાંધીનગર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંયુક્ત ઉપક્રમે સરદાર સરોવર નર્મદા બંધના વ્યૂ પોઈન્ટ-1 ખાતે યોજાયો. આ મહોત્સવથી દેશ-વિદેશના પતંગબાજોના અવનવા પતંગોના કરતબો માણવાનો અદભૂત અવસર પ્રવાસીઓને તક મળી હતી. જેને જોવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને સ્થનિકો જોવા આવ્યા હતા.
પતંગ મહોત્સવની શરૂઆત કરવામાં આવી
દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે ધારાસભ્ય ડો દર્શના બેન દેશમુખ તેમજ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ અને પ્રવાસન વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં ફુગ્ગા ઉડાવીને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત થતાની સાથે -દુનિયાના 13 થી પણ વધારે દેશના આવેલા પતંગબાજો તેમજ ભારતીય પતંગબાજોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની અંદર અલગ અલગ પતંગ ઉડાવી છે.
આ પણ વાંચો: મકરસંક્રાંતિ પર કેવું રહેશ હવામાન, પરેશ ગોસ્વામી કરી આ આગાહી
આ ઉત્સવમાં પતંગ ઉડાવી હતી
મોટી સંખ્યામાં પતંગબાજો અહીંયા આવ્યા છે અને તેઓ પતંગ ઉડાવી રહ્યા છે. જેનો નજારો ખુબ જ સુંદર અને અદભુત છે મન મોહી લે તેવી પતંગો પતંગબાજો ઉડાવી રહ્યા છે. કોઈ ઢીંગલાના સ્વરૂપમાં તો કોઈ ઇગલના સ્વરૂપને તો કોઈ એક સાથે 10 થી વધારે પતંગો એકસાથે ઉડાવી રહ્યા છે. શ્રદ્ધાંજલિના ભાગ રૂપે એક કર્ણાટકના પતંગ બાજે પોતાની પતંગમાં રતન ટાટાનો ફોટો છપાવી આજે આ ઉત્સવમાં પતંગ ઉડાવી હતી. જે પતંગ આજે આ પતંગ ઉત્સવમાં આવનારા દરેક લોકો જેને જોઈ ખુશ થયા હતા.