સંભલ હિંસામાં જામા મસ્જિદના ચીફ ઝફર અલી કસ્ટડીમાં…. પોલીસે શરૂ કરી પૂછપરછ

Uttar Pradesh: પોલીસે ઉત્તર પ્રદેશના સંભલની જામા મસ્જિદના વડા ઝફર અલીને કસ્ટડીમાં લીધા છે અને તેની પૂછપરછ કરી રહી છે. કોર્ટના આદેશ બાદ 24 નવેમ્બરના રોજ સર્વે દરમિયાન થયેલી હિંસાના કેસમાં પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે.
સંભલ હિંસા કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 50 થી વધુ લોકોને જેલમાં મોકલી દીધા છે. જેમાં ઘણી મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ પહેલી વાર છે જ્યારે શાહી જામા મસ્જિદ સમિતિના વડાની પૂછપરછ કરવામાં આવશે.
24 નવેમ્બરના રોજ શાહી જામા મસ્જિદમાં થયેલી હિંસાના સંદર્ભમાં SIT સદર ઝફર અલીની પૂછપરછ કરી રહી છે. હાલમાં, સાવચેતીના પગલા તરીકે પોલીસે જામા મસ્જિદની બહાર મોટી સંખ્યામાં પોલીસ, PAC અને આરએએફ તૈનાત કર્યા છે. સદરને એસપી શ્રીશ ચંદ્ર અને સહ સદર અનુજ ચૌધરીએ પૂછપરછ માટે બોલાવ્યા હતા. જ્યાં તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
શું હતો મામલો?
કોર્ટના આદેશ પર રવિવાર, 24 નવેમ્બરના રોજ સંભલમાં જામા મસ્જિદમાં સર્વે કરવામાં આવી રહ્યો હતો. આનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓની પોલીસ સાથે ઘર્ષણ થયું. આ સમયગાળા દરમિયાન 4 લોકોના મોત થયા. આ હિંસા ગોળીબાર અને પથ્થરમારામાં નાયબ જિલ્લા મેજિસ્ટ્રેટ રમેશ ચંદ્ર સહિત કુલ 20 લોકો ઘાયલ થયા હતા. હિંસા બાદ ફેલાયેલા તણાવને ધ્યાનમાં રાખીને સંભલ તાલુકામાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી.
આ પણ વાંચો: ખંભેખંભો મિલાવીને ગણેશ ગોંડલને આગામી સમયમાં MLA બનાવીશુંઃ અલ્પેશ ઢોલરીયા
સ્થાનિક કોર્ટના આદેશ પર જામા મસ્જિદનો સર્વે કરવામાં આવ્યો હતો. રવિવારે સર્વે ટીમ ફરીથી મસ્જિદનો સર્વે કરવા ગઈ. સ્થાનિક કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે જે જગ્યાએ જામા મસ્જિદ આવેલી છે. ત્યાં પહેલા હરિહર મંદિર હતું. SIT આ સમગ્ર હિંસાની તપાસ કરી રહી છે.