October 13, 2024

સલીમ ખાન અને જાવેદ અખ્તર પર ચોરીનો આરોપ, KRKએ ગણાવ્યા ‘કોપી માસ્ટર’

KRK Controversial Tweet: સલીમ ખાન અને જાવેદ અખ્તર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના બે એવા નામ છે જે હંમેશા સન્માન સાથે લેવામાં આવે છે. આ બંને શખ્સોએ એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં એવું યોગદાન આપ્યું છે જેને ભૂલી શકાય તેમ નથી. અનેક સુપરહિટ ફિલ્મો જે દરેક પેઢીના લોકો જોવાનું પસંદ કરે છે તેમાં તેમનું યોગદાન છે, પરંતુ શું તમે જાણો છો કે હવે એક કુખ્યાત અભિનેતાએ આ બંને પર ગંભીર આરોપ લગાવ્યા છે. આ એક્ટરે સલીમ ખાન અને જાવેદ અખ્તર પર ખુલ્લેઆમ ચોરીનો આરોપ લાગ્યો છે.

KRKએ લગાવ્યો સલીમ ખાન અને જાવેદ અખ્તર પર ચોરીનો આરોપ
જે અભિનેતાએ સલમાન ખાનના પિતા સલીમ ખાન અને જાવેદ અખ્તર સામે આંગળીઓ ઉઠાવી છે તે બીજું કોઈ નહીં પણ ફિલ્મ સમીક્ષક અને અભિનેતા KRK છે. KRKએ પોતાના X હેન્ડલ પરથી એવી પોસ્ટ શેર કરી છે જેને જોઈને લોકો ચોંકી ગયા. KRK પહેલા સલમાન ખાનને ટાર્ગેટ કરતો હતો પરંતુ તે હવે સલમાનના પિતા સાથે પંગો લઈ રહ્યો છે. KRKએ સલીમ ખાન અને જાવેદ અખ્તરને લઈને સોશિયલ મીડિયા જે લખ્યું તેનાથી ખળભળાટ મચી ગયો છે અને ભાઈજાન તેના વિરુદ્ધ કાર્યવાહી પણ કરી શકે છે.

સલીમ જાવેદ પર શું છે KRKના આરોપો?
જણાવી દઈએ કે, KRKએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે સલીમ અને જાવેદ વધારે કઈ નહીં પરંતુ પરંતુ કોપી માસ્ટર છે. તેનું નસીબ સારું હતું કે તે સમયે કોપીરાઈટ જેવી કોઈ સમસ્યા ન હતી અને તેઓ અંગ્રેજી ફિલ્મોની ચોરી કરી લેતા હતા. એટલું જ નહીં, KRKએ એમ પણ કહ્યું કે આ બંનેને અમિતાભ બચ્ચનના કારણે જ ઓળખ મળી છે. KRKએ કહ્યું, ‘તે સમયે અમિતાભ બચ્ચનની લગભગ દરેક ફિલ્મ સુપરહિટ હતી, પછી તે બંનેએ લખી હોય કે પછી બીજા કોઈએ.

KRKએ સોશિયલ મીડિયામાં ઓકયું ઝેર
KRKએ વધુ તારક કરતાં ઉદાહરણો પણ આપ્યા છે. તેણે કહ્યું કે અમિતાભની શરાબી, લાવારિસ, કાલિયા, સુહાગ, નસીબ, ગંગા કી સૌગંધ જેવી ફિલ્મો તે સમયે હિટ રહી હતી જે સલીમ અને જાવેદે નહોતી લખી. તે સમયે તેમને લઈને લોકોમાં એટલી દિવાનગી હતી કે તેઓ તેમને દરેક ફિલ્મમાં જોવા માંગતા હતા. KRKએ કહ્યું, ‘જો અમિતાભ ન હોત તો સલીમ જાવેદ કોણ? કોઈને ખબર ન હોત? આ ઉપરાંત KRKએ એમ પણ કહ્યું કે સલીમ જાવેદ આજે એક પણ હિટ ફિલ્મ કેમ નથી લખી શક્યતા? કારણ કે તેઓ બહારની ફિલ્મોની નકલ નટી કરી શકતા. તેનો અર્થ સ્પષ્ટ છે કે તેમની સફળતાનું કારણ એક અને માત્ર અમિતાભ બચ્ચન હતા.