RR vs KKR: સતત બીજી હાર થતા કેપ્ટન રિયાન પરાગ નાખુશ, કહી આ વાત

IPL 2025 RR vs KKR: IPL 2025માં છઠ્ઠી મેચ રાજસ્થાન રોયલ્સ અને કોલકાતાની ટીમ વચ્ચે રમાઈ હતી. કોલકાતા નાઈટ રાઈડર્સે આ મેચ 8 વિકેટથી જીતી ગઈ છે. રાજસ્થાનની ટીમની બીજી મેચમાં પણ હાર થઈ છે. સતત બીજી વખત હાર થતા રિયાન પરાગ નિરાશ જોવા મળી રહ્યો હતો. હાર બાદ રિયાન પરાગે શું કહ્યું? આવો જાણીએ.

આ પણ વાંચો: પાવાગઢ અંબાજી જનારા ભક્તો માટે મહત્વના સમાચાર, દર્શન સમયમાં કરાયો આ ફેરફાર

હાર બાદ રિયાન પરાગે શું કહ્યું?
રિયાન પરાગે 170 ખરેખર સારો સ્કોર બનવાનો હતો, તે અમારું લક્ષ્ય હતું. વિકેટ જાણીને હું અહીં થોડો ઉતાવળમાં આવી ગયો હતો. જેના કારણે અમે 20 રન ચૂકી ગયો હતો. અમારી યોજના હતી કે ડી કોકને વહેલા આઉટ કરવાનો, પરંતુ તે બન્યું નહીં. તે ખરેખર સારું રમ્યો, તેથી તેને અભિનંદન.” હવે એ સમય આવી ગયો છે કે સારી મેચ રમીએ અને જીતનું પરિણામ આપણા પક્ષમાં આવે.