November 3, 2024

રોહિત-વિરાટ આટલા વર્ષો પછી કાનપુરમાં રમશે ટેસ્ટ મેચ

India vs Bangladesh 2nd Test: ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી ફરી એક સાથે રમતા જોવા મળશે. પરંતુ કાનપુરના આ મેદાનમાં બંને ખેલાડીઓનો રેકોર્ડ સારો રહ્યો નથી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાવાની છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચ 280 રને જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાની નજર હવે બીજી મેચ જીતવા પર છે. તમને જણાવી દઈએ ટીમ ઈન્ડિયાએ છેલ્લે વર્ષ 2021માં કાનપુરના મેદાન પર ટેસ્ટ મેચ રમી હતી જે ડ્રો રહી હતી.

કાનપુરમાં ટેસ્ટ મેચ રમશે
8 વર્ષ બાદ કાનપુરના મેદાન પર વિરાટ અને રોહિત રમતા જોવા મળશે. વર્ષ 2016માં કાનપુરના મેદાન પર ન્યૂઝીલેન્ડ સામે રમી હતી. આ પછી આ બંને ખેલાડીઓએ કાનપુરમાં ટેસ્ટ મેચ રમી નથી. બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં બંને ખેલાડીઓનું કંઈ ખાસ પ્રદર્શન જોવા મળ્યું ના હતું. જેના કારણે આવનારી મેચમાં હવે ચાહકો તેની પાસેથી મોટી ઇનિંગ્સની આશા રાખી રહ્યા છે. વિરાટ કોહલીએ કાનપુરના મેદાન પરના રેકોર્ડની વાત કરવામાં આવે તો તેણે 9 અને 18 રનની ઇનિંગ્સ રમી છે. રોહિત શર્માની વાત કરવામાં આવે તો કાનપુરના મેદાન પર માત્ર એક જ ટેસ્ટ મેચ રમી હતી.

આ પણ વાંચો: જાડેજાની સિદ્ધિમાં વધુ એક મોરપંખ, સૌથી વધુ સિક્સર મારવામાં ધુરંધરની કરી બરોબરી

બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમઃ
પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), આર અશ્વિન, આર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ.રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, સિરાજ, આકાશ દીપ, જસપ્રીત બુમરાહ, યશ દયાલ.