December 6, 2024

IND vs SA: સૂર્યા તોડશે રોહિત શર્માનો આ રેકોર્ડ

IND vs SA: આજના દિવસે T20I ક્રિકેટમાં બે દિગ્ગજ ટીમ વચ્ચે મુકાબલો થવાનો છે. IND vs SA વચ્ચે 4 મેચની T20I સિરીઝ રમાવાની છે. પહેલી મેચ ડરબનમાં રમાવાની છે. સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ ટીમ ઈન્ડિયા જીત માટે પ્રયત્ન કરશે. આ મેચ દરમિયાન સૂર્યકુમાર યાદવ રોહિત શર્મા એક રેકોર્ડ તોડી શકે છે.

રોહિત શર્માને પાછળ છોડવાની તક
ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ આ સિરીઝ દરમિયાન રોહિતનો પણ રેકોર્ડ તોડી શકે છે. T20Iમાં ભારત માટે સૌથી વધુ રન બનાવવા માટે રોહિત શર્માને પાછળ છોડવાની આ સિરીઝમાં તક હશે. સૂર્યાએ અત્યાર સુધી રમાયેલી 7 મેચમાં 346 રન બનાવવામાં સફળ રહ્યો છે. રોહિતની વાત કરવામાં આવે તો તેણે 18 T20I મેચોમાં 429 રન બનાવ્યા છે. સૂર્યકુમારને જો રોહિતનો રેકોર્ડ તોડવો હશે તો તેણે 84 રનની જરૂર છે. ડેવિડ મિલરના નામે ભારત-દક્ષિણ આફ્રિકા T20I ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. તેણે અત્યાર સુધીમાં 21 મેચોમાં કુલ 452 રન બનાવ્યા છે.

આ પણ વાંચો:India vs South-Africa સિરીઝ પહેલા ભારતીય ટીમને મોટો ફટકો, આ ખેલાડી ઈજાગ્રસ્ત

બંને ટીમો

ભારતીય ટીમઃ તિલક વર્મા, જીતેશ શર્મા (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રમણદીપ સિંહ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, વિજયકુમાર વિજય. , અવેશ ખાન, યશ દયાલ.

સાઉથ આફ્રિકા ટીમઃ રીઝા હેન્ડ્રીક્સ, માર્કો જેન્સેન, હેનરિક ક્લાસેન, પેટ્રિક ક્રુગર, કેશવ મહારાજ, ડેવિડ મિલર, એઈડન માર્કરામ (કેપ્ટન), ઓટનીલ બાર્ટમેન, ગેરાલ્ડ કોએત્ઝી, ડોનોવન ફરેરા, મિહાલી મ્પોન્ગવાના, નકાબા પીટર, રેયાન રિકેલ્ટન, લુથેલા સિમોન, એન્ડીલે સિપામ (ત્રીજી અને ચોથી મેચ), ટ્રિસ્ટન સ્ટબ્સ.