March 18, 2025

રોહિત શર્મા બનાવ્યો ખાસ રેકોર્ડ, દિગ્ગજ ખેલાડીઓની યાદીમાં સ્થાન મેળવ્યું

IND vs ENG: ઇંગ્લેન્ડ સામેની બીજી ODIમાં રોહિત શર્માએ ભારતીય કેપ્ટન તરીકે એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. રોહિત શર્માએ ODI કેપ્ટન તરીકે પોતાની 50મી મેચ પૂર્ણ કરી દીધી છે. આવું કરતાની સાથે રોહિત વિરાટ કોહલી અને એમએસ ધોનીના ખાસ ક્લબમાં જોડાઈ ગયો છે. આ સિદ્ધિ પ્રાપ્ત કરનારો આઠમો ભારતીય બન્યો છે.

આ પણ વાંચો: રોહિત શર્મા શમીના ખરાબ પ્રદર્શનથી થયો ગુસ્સો, વીડિયો થયો વાયરલ

સૌથી વધુ ODI મેચોમાં ભારતનું નેતૃત્વ કરનાર ખેલાડીઓ

  • એમએસ ધોની: 200
  • મોહમ્મદ અઝહરુદ્દીન: 174
  • સૌરવ ગાંગુલી: 146
  • વિરાટ કોહલી: 95
  • રાહુલ દ્રવિડ: 79
  • કપિલ દેવ: 74
  • સચિન તેંડુલકર: 74
  • રોહિત શર્મા: 50
  • સુનિલ ગાવસ્કર: 37
  • દિલીપ વેંગસરકર: 18