October 11, 2024

U19 World Cup 2024: ભારત-પાકિસ્તાનનો વિજય પણ પોઈન્ટ ટેબલમાં નંબર-1 કોણ?

નવી દિલ્હી: ICC અંડર-19 વર્લ્ડ કપ 2024માં  હાલમાં સુપર-6 મેચો રમાઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં કુલ ચાર ગ્રુપ બનાવવામાં આવ્યા હતા. ચાર ગ્રૂપમાંથી ટોચની ત્રણ ટીમ સુપર સિક્સ માટે ક્વોલિફાય થઈ ગઈ છે,  કુલ 12 ટીમો સુપર-6માં રમી રહી છે. સુપર-6 રાઉન્ડના પહેલા દિવસે ભારત અને પાકિસ્તાનની ટીમોએ પોતપોતાની મેચ જીતી લીધી હતી. ભારતે ન્યુઝીલેન્ડને હરાવ્યું અને પાકિસ્તાને આયર્લેન્ડ સામે જીત મેળવી હતી.

ભારત-પાકિસ્તાનની સારી શરૂઆત
ટીમ ઈન્ડિયા ગ્રુપ Aના પોઈન્ટ ટેબલમાં 6 પોઈન્ટ સાથે ટોપ પર છે. પાકિસ્તાનની ટીમની વાત કરવામાં આવે તો ટીમના 6 પોઈન્ટ છે, પરંતુ તે બીજા સ્થાન પર છે. ભારતનો નેટ રન રેટ 3.327 અને પાકિસ્તાનનો નેટ રન રેટ 1.064 છે. ન્યૂઝીલેન્ડ સામે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 50 ઓવરમાં આઠ વિકેટે 295 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ માટે મુશીર ખાને 126 બોલમાં 13 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 131 રનની ઇનિંગ રમી હતી.

આ પણ વાચો: સાનિયાથી બેવફાઈનું મળ્યું ફળ! શોએબ મલિક પર લાગ્યો ગંભીર આરોપ

ઈંગ્લેન્ડના પૂર્વ ખેલાડીએ કહી આ વાત
ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને 28 રને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. પ્રથમ દાવમાં 190 રનની લીડ લીધા બાદ ટીમ ઈન્ડિયા ખૂબ જ મજબૂત સ્થિતિમાં જોવા મળી હતી. ઈંગ્લેન્ડે બીજી ઈનિંગમાં શાનદાર પ્રદર્શન કરીને બતાવ્યું હતું. કોહલીની ગેરહાજરી હોવાના કારણે રોહિત શર્મા પર વધારે જવાબદારી હતી. ઈંગ્લેન્ડના પૂર્વ ખેલાડી જેફ્રી બોયકોટે કેપ્ટન રોહિત શર્મા માટે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભારત વિરાટ કોહલીને યાદ કરી રહ્યું છે. રવિન્દ્ર જાડેજાને લઈને તેમણે કહ્યું કે રવિન્દ્ર જાડેજાને હેમસ્ટ્રિંગમાં ઈજા છે અને તે બીજી ટેસ્ટ રમશે નહીં. કેપ્ટન રોહિત શર્માની વાત કરતા તેમણે કહ્યું કે તેમની ઉંમર લગભગ 37 વર્ષની છે તે કેટલીકવાર ટૂંકી ઇનિંગ્સ રમે છે, પરંતુ ચાર વર્ષમાં તેણે ઘરઆંગણે માત્ર બે ટેસ્ટ સદી ફટકારી છે. તેમની ટીમ ફિલ્ડિંગમાં પણ નબળી હોવાનું તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું છે.

આ પણ વાચો: IND vs ENG : ઓ બાપરે…66 બોલમાં 23 જ રન, શુભમન ગિલ થયો બરાબરનો ટ્રોલ