October 13, 2024

રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં 4 હજાર શિક્ષકોની ભરતી, શિક્ષણ મંત્રીની જાહેરાત

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા વધુ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાય સમયથી ઉઠી રહેલી શિક્ષકોની ભરતીને લઈને હવે સરકારે નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં 4000 જેટલા બિનસરકારી અનુદાનિત જૂના શિક્ષકોની ભરતી કરવામાં આવશે.

મળતી માહિતી મુજબ, સરકારે જાહેરાત કરી છે કે રાજ્યભરની બિનસરકારી અનુદાનિત શાળાઓમાં 4000 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. જેમાં, માધ્યમિક વિભાગમાં અંદાજિત 2000 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. તેમજ, ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અંદાજિત 2000 શિક્ષકોની ભરતી કરવામાં આવશે.

આ પણ વાંચો: સપ્ટેમ્બરમાં લેવાશે DySOની પરીક્ષા, GPSCએ કરી નવી તારીખો જાહેર

વધુમાં જણાવવામાં આવ્યું છે કે શિક્ષણ વિભાગ દ્વારા 4000 જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવા માટે ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવશે. ઉમેદવારોએ આગામી તા.12/09/2024 થી તા. 26/09/2024 ના રોજ www.gserc.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. શિક્ષકોની ભરતીને લઈને રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી જાહેરાત કરવામાં આવી હતી.