October 4, 2024

હવે થશે મુંબઈ અને હાર્દિક પંડ્યાની ખરી પરીક્ષા

IPL 2024: હાર્દિક પંડ્યાને મુંબઈની કમાન સોંપવામાં આવી હતી. જેમાં સતત ત્રણ હાર બાદ આ વર્ષની આઈપીએલમાં પોતાની પ્રથમ જીત નોંધાવી લીધી છે. ટીમ મેચ જીતતાની સાથે પોઈન્ટ ટેબલમાં તે આઠમાં સ્થાને પહોંચી ગઈ છે. હા જે હજુ પણ પોઈન્ટ ટેબલમાં પાછળ છે તેઓનો રસ્તો ચોક્કસપણે મુશ્કેલીમાં જોવા મળી રહ્યો છે. હવે ખરી કસોટી મુંબઈની ટીમ અને તેના કપ્તાન હાર્દિકની જોવા મળશે.

હારનો સામનો કરવો પડ્યો
આ વર્ષની IPLની પહેલી જ મેચમાં મુંબઈની ટીમનું પ્રરદર્શન ખુબ ખરાબ જોવા મળી રહ્યું છે. જેમાં ગુજરાત ટાઇટન્સ સામે 6 રનથી હારી ગયું, આ પછી સનરાઈઝર્સ હૈદરાબાદે પણ મુંબઈને 31 રનથી હરાવ્યું હતું. આ મેચ એવી હતી કે જે સામે વાળી ટીમની હોમ ગ્રાઉન્ડ પર રમાણી હતી. પરંતુ સૌથી ખરાબ સ્થિતિ ત્યારે જોવા મળી કે જ્યારે મુંબઈની ટીમને પોતાના જ ઘરે હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈમાં રાજસ્થાનની ટીમ સાથે મુકાબલો થયો હતો. જેમાં રાજસ્થાનની ટીમે મુંબઈની ટીમને 6 વિકેટે હાર આપી હતી.

આ પણ વાંચો: શુબમન ગિલ અને સંજુ સેમસનની આજે પ્લેઇંગ ઈલેવન કેવી રહેશે?

પ્રથમ જીત નોંધાવી 
સતત ત્રણ હાર બાદ ટીમની ભારે ટીકા થઈ રહી હતી. એટલું જ નહીં ટીમના કેપ્ટન હાર્દિકને લોકો ખુબ ટ્રોલ કરી રહ્યા હતા. સતત ટ્રોલનો શિકાર બની રહ્યા હતા હાર્દિક. જોકે સારી વાત એ હતી કે આખરે ચોથી મેચમાં ટીમે જીતનું ખાતું ખુલ્યું હતું. હવેની મેચમાં તેનો મુકાબલો RCB અને CSK થવાનો છે. જેમાં આ બંને ટીમ ખુબ તાકતવર ગણવામાં આવે છે. આ મેચનું આયોજન થશે એટલે IPL 2024ની સિઝનની આ સૌથી મોટી મેચ માનવામાં આવશે.

મુંબઈ હવે આ ટીમ સાથે ટકરાશે
મુંબઈની ટીમનો 11મી એપ્રિલે RCB સાથે મહામુકાબલો થવાનો છે. આ બાદ 14 એપ્રિલના CSK સાથે ટકરાતી જોવા મળશે. RCB અને CSK બંને ટીમ પણ જીત માટે પ્રયત્ન કરશે. જેના કારણે મુંબઈની મેચ હાર્ડ રહેશે. જોકે આ મેચનું આયોજન મુંબઈમાં થવાનું છે. પરંતુ ઘરઆંગણે પણ ઘણી ટીમ હારી રહી છે. ત્યારે આવનારી મેચને લઈને RCB અને CSK માટે સારી તક આવી રહી છે. જોકે આ બંને મેચ દરમિયાન મુંબઈની ટીમને સાવચેત રહેવાની ખાસ જરૂર રહેશે.