આજે બેંગલુરુનું એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ લાલ રંગને બદલે સફેદ રંગનું હશે, કોહલી માટે ખાસ તૈયારી

RCB vs KKR: આજથી IPL 2025 ફરી શરૂ થઈ રહી છે. કોલકાતા અને બેંગલુરુમાં આજે મેચ રમાવાની છે. વિરાટે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી આ મેચ રમવા આવશે. જ્યારે પણ RCBની મેચ હોય છે ત્યારે મેદાન રેડ દેખાય છે. પરંતુ આજના દિવસે મેદાનમાં થોડું અલગ જોવા મળી શકે છે. આ મેદાન રેડની જગ્યાએ સફેદ જોવા મળશે. ત્યારે તમને સવાલ થતો હશે કે આવું કેમ? આવો જાણીએ.

આ પણ વાંચો: Google Oneના સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા 150 મિલિયનને વટાવી ગઈ

ચિન્નાસ્વામી સ્ટેડિયમને સફેદ રંગવામાં આવશે
આ મામલો વિરાટ કોહલીના ટેસ્ટ નિવૃત્તિ સાથે સંબંધિત છે. સસ્પેન્શન પછી, IPL 2025 ફરી એકવાર રમી રહ્યું છે, જ્યાં RCB પહેલી જ મેચમાં રમતા જોવા મળશે. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ચાહકો વિરાટ કોહલીને ટ્રિબ્યુટ આપવા માટે સફેદ જર્સીમાં જોવા મળશે.વિરાટ કોહલીના માનમાં લોકોએ એક અલગ જર્સી તૈયાર કરી છે. આ સફેદ ટી-શર્ટની પાછળ વિરાટ કોહલીનું નામ, તેનો જર્સી નંબર અને એક ખાસ સંદેશ લખેલો છે . જર્સી નંબર નીચે The Man The Myth The Legend’લખેલું છે.