December 9, 2024

આ શું ચાલી રહ્યું છે રાશા અને અરહાન વચ્ચે? કેમેરા જોઈ બન્નેએ ચાલતી પકડી

મલાઈકા અરોરાનો પુત્ર અરહાન ખાન આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. જો કે તેણે હજી સુધી તેની ફિલ્મની શરૂઆત કરી નથી, એવું ઘણીવાર બને છે કે તે પાપારાઝી સાથે વાતચીત કરતો જોવા મળે છે, જેઓ તેના ફોટા ક્લિક કરવામાં ક્યારેય નિષ્ફળ જતા નથી. આ ઉપરાંત, છેલ્લા ઘણા સમયથી અફવાઓ ચાલી રહી છે કે સ્ટાર-કિડ અભિનેત્રી રવિના ટંડનની પુત્રી રાશા થડાનીને ડેટ કરી રહ્યો છે. બંને ઘણી વખત સાથે હેંગઆઉટ કરતા જોવા મળ્યા છે, પરંતુ બંનેમાંથી કોઈએ ક્યારેય આ અંગે કોઈ કોમેન્ટ કરી નથી.

રાશા અને અરહાન એક સાથે જોવા મળ્યા 

આ બધાની વચ્ચે તાજેતરમાં મલાઈકા અરોરાના પુત્ર અરહાન ખાનની એક ક્લિપ સામે આવી, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું. જોકે, અરહાન એકલો નહોતો. રવિના ટંડનની પુત્રી રાશા થડાની પણ તેની સાથે હતી. પીળા રંગના ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે પાપારાઝીથી પોતાનો ચહેરો છુપાવવાનો પણ પ્રયાસ કર્યો. ત્યારપછી તેઓ એક જ કારમાં બેઠા હતા અને એકબીજા સાથે વાત કરતા ત્યાંથી નીકળી ગયા હતા.

અરહાન ખાન અને રાશા થડાની ડેટિંગ કરી રહ્યાં છે?

અગાઉ, 2 જાન્યુઆરી, 2024 ના રોજ, અરહાન અને રાશા ફરી એકવાર સાથે જોવા મળ્યા હતા. બંનેએ તે સમયે ફોટા ન પાડતા એમ કરી તેમની કારની અંદર બેસી ગયા હતા. રાશા આગળની સીટ પર બેઠી અને અરહાન પાછળની સીટ પર બેઠો. જોકે આ બન્નેને એક સાથે જોતા લોકોને શંકા થઇ રહી છે કે તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

અરબાઝ ખાનના લગ્નમાં માતા અને પુત્રીએ હાજરી આપી હતી

રવિના ટંડનને અરબાઝ ખાનના પરિવાર સાથે ગાઢ સંબંધ છે, અને તેથી તે શૂરા ખાન સાથેના તેમના લગ્નમાં પણ હાજર રહી હતી. સાથે પુત્રી રાશા થડાની પણ આવી હતી અને તે બંનેએ અરબાઝના લગ્નમાં હાજરી આપી હતી, જે તેની બહેન અર્પિતા ખાનના મુંબઈના ઘરે યોજાઈ હતી. માતા-પુત્રીની જોડીએ શરારા સેટમાં પાપારાઝી માટે પોઝ આપ્યો હતો. જ્યારે રવીના વાદળી શરારામાં જોવા મળી હતી, તો રાશાએ ગુલાબી શરારા પસંદ કર્યો હતો. આ બધુ જોતા રાશા અરહાન સાથે ડેટિંગ કરી રહી હોવાની અફવાઓને વેગ મળ્યો હતો.