December 11, 2024

રણજી ટ્રોફીમાં રમી રહેલા ખેલાડીઓનો પગાર કેટલો હોય છે?

Ranji Trophy Players Salary: રણજી ટ્રોફી એ ભારતની સૌથી મોટી સ્થાનિક ટુર્નામેન્ટ માનવામાં આવે છે. રણજી ટ્રોફીની પ્રથમ સિઝનની વાત કરવામાં આવે તો વર્ષ 1934-35માં રમાઈ હતી. પરંતુ શું તમને ખબર છે કે જે ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં રમે છે તેની કમાણી કેટલી હોય છે. આવો જાણીએ દરેક ખેલાડીને કેટલા પૈસા મળે છે.

ખેલાડીઓને દરરોજના ધોરણે પગાર
દિગ્ગજ ખેલાડીઓને રણજી ટ્રોફીમાં ન રમવાનું મુખ્ય કારણ પગાર માનવામાં આવે છે. આઈપીએલમાં રમનારા ખેલાડીઓને કરોડો રુપિયા આપવામાં આવશે. રણજી ટ્રોફીની વાત કરવામાં આવે તો તેનું માળખું દરેક મેચ કરતા અલગ છે. તમને જણાવી દઈએ કે રોજના ધોરણે પગાર રણજી ટ્રોફીમાં આપવામાં આવે છે. 40 થી વધુ મેચનો અનુભવ ધરાવતા ખેલાડીઓને દરરોજ 60 હજાર રૂપિયા સુધી આપવામાં આવે છે. આ સાથે 20 થી 40 મેચ રમનારને 50 હજાર રૂપિયા મળે છે. જો કોઈ ખેલાડીએ 20થી ઓછી મેચ રમી છે તો રોજના 40 હજાર રૂપિયા આપવામાં આવે છે.

આ પણ વાંચો: ના ગિલ, ના હાર્દિક; આ ક્રિકેટર અનન્યા પાંડેનો ક્રશ

ત્રણ નોકઆઉટ મેચ
રણજી ટ્રોફીના ગ્રુપ રાઉન્ડની મેચ 4 દિવસ સુધી ચાલે છે. રણજી ટ્રોફીમાં બેંચ પર બેઠેલા ખેલાડીઓને આ રકમનો અડધો ભાગ આપવામાં આવે છે. જો રણજી ટ્રોફીના ગ્રુપ રાઉન્ડમાં લગભગ 7 મેચ હોય છે તો તેમાંથી 3 નોકઆઉટ મેચ હોય છે. જો કોઈ ખેલાડી તમામ મેચ રમીને રણજી ટ્રોફી જીતે છે તો તેને અંદાજે 25 લાખ રૂપિયા પગાર આપવામાં આવે છે. જો ટીમ નોકઆઉટમાં સ્થાન નહીં મેળવે તો ખેલાડી લગભગ 17 લાખ રૂપિયાની કમાણી કરી શકશે.