November 9, 2024

Raksha Bandhan 2024 પર બહેનો માટે નવી ટ્રેન્ડિંગ મહેંદી ડિઝાઇન

Raksha Bandhan Latest Mehndi Design 2024: બહેનો રક્ષાબંધન માટે ઘણી તૈયારીઓ કરે છે. બહેનો રક્ષાબંધનની તૈયારીઓ એક અઠવાડિયા પહેલાથી કરે છે. બહેનો મહેંદી પણ મૂકે છે. આ વખતે અમે તમારા માટે મહેંદીની નવી ડિઝાઈન લઈને આવ્યા છીએ. તમે આ ડિઝાઈન ટ્રાય કરી શકો છો.

હંસ જોડી મહેંદી


તમે તમારા હાથ પર હંસ દોરીને મહેંદી લગાવી શકો છો, આ ડિઝાઇનને તમે હથેળીમાં કરી શકો છો. હંસને બદલે તમે હાથી બનાવી શકો છો. સ્વસ્તિક પણ તમને બનાવી શકો છો.

હાથ ફૂલ ડિઝાઇન


આ મહેંદી ડિઝાઇન ખૂબ ટ્રેન્ડિંગમાં જોવા મળી રહી છે. આ મેહંદી તમે કરશો તો તમારે ઘરેણાં પહેરવાની જરૂર નહીં પડે. આ પણ ખૂબ જ આકર્ષક ડિઝાઇન છે.

મિરર ડિઝાઇન

આવી મહેંદી બંને હાથ પર સમાન રીતે લગાવવામાં આવે છે, તેથી તેને પ્રતિબિંબ મહેંદી કહેવામાં આવે છે. જેમાં હાથી, કમળના ફૂલ જેવી ડિઝાઇન બનાવવામાં આવે છે.

3D મહેંદી પેટર્ન


આ મહેંદી જાડી ડિઝાઈન સાથે બનાવવામાં આવે છે. મોટા ભાગની છોકરીઓને આ ડિઝાઇન વધારે પસંદ આવે છે. આવી મહેંદીમાં છોકરીઓ બારીઓ, મોર વગેરે જેવી ઘણી સારી ડિઝાઇન બનાવી શકે છે. જો તમે ઇચ્છો તો, તમે નેટેડ ડિઝાઇનમાં પણ આવી મહેંદી લગાવી શકો છો.