UP રાજ્યસભા ચૂંટણીના પરિણામઃ ભાજપ 8 – સપા બે સીટમાં સમેટાઈ
Rajya Sabha Elections Results 2024: ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની 10 બેઠકોની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. આ ચૂંટણીમાં ભાજપે આઠ અને સપાએ બે બેઠકો જીતી છે. જેમાં સપા ઉમેદવાર જયા બચ્ચનને સૌથી 41 વોટ મળ્યા છે. આ સાથે સપાના બીજા ઉમેદવાર રામજી લાલ સુમનને 40 વોટ મળ્યા છે. જ્યારે બીજેપીના ઉમેદવાર સંજય સેઠને 29 વોટ મળ્યા છે, જેમણે બીજી પસંદગીના આધારે જીત મેળવી છે.
BJP wins 8th seat in Uttar Pradesh Rajya Sabha elections defeating SP-Congress alliance 🔥🔥
BJP won 8 seats while SP could win only 2 seats.
Lone BSP MLA & all 8 RLD MLAs also voted for BJP.
After Himachal, huge victory for BJP in Uttar Pradesh.
Yogi Magic continues in UP 🔥 pic.twitter.com/izbQmD6YAF— बागी🚩 (@Baaggi_Baba) February 27, 2024
જાણો કોને કેટલા વોટ મળ્યા?
બીજેપીના સંજય સેઠ અને આરપીએન સિંહને છોડીને તમામને 38 વોટ અને આરપીએન સિંહને 37 વોટ મળ્યા છે. રાજ્યસભાના છ ઉમેદવારોને 38 મત મળ્યા હતા. ભાજપના અમરપાલ મૌર્યને 38 વોટ, તેજવીર સિંહને 38 વોટ, નવીન જૈનને 38 વોટ, સાધના સિંહને 38 વોટ, ડો.સુધાંશુ ત્રિવેદીને 38 વોટ અને સંગીતા બળવંતને 38 વોટ મળ્યા હતા. ભાજપના કુલ છ ઉમેદવારોને 38 મત મળ્યા હતા. બીજી બાજુ સપાના એક પણ ઉમેદવારને 39 વોટ મળ્યા નથી.
ભાજપના સમર્થકોએ લગાવ્યા નારા
સપાના ઉમેદવાર જયા બચ્ચનને 41 વોટ મળ્યા હતા. બીજા ઉમેદવાર રામજી લાલ સુમનને પણ 40 મત મળ્યા હતા. યુપી વિધાનસભામાં પરિણામ જાહેર થયા બાદ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ભાજપના સમર્થકોએ જોરથી સૂત્રોચ્ચાર કર્યા હતા. રાજ્યસભાની ચૂંટણીમાં સપાએ બે બેઠકો જીતી છે. જયા બચ્ચનને 41 મતો અને રામજી લાલ સુમનને 40 મત મળતા વિજયી જાહેર કરાયા હતા.
સંજય સેઠે આશા વ્યક્ત કરી
નોંધનયી છે કે 10 બેઠકો માટે 11 ઉમેદવારો મેદાનમાં હતા. ભાજપે આઠમા ઉમેદવાર તરીકે સંજય શેઠને મેદાનમાં ઉતારીને સ્પર્ધાને રસપ્રદ બનાવી હતી. ભાજપના ઉમેદવાર સંજય સેઠે કહ્યું હતું કે તેઓ જીત માટે આશાવાદી છે. બીજી બાજુ રાજ્યસભાની ચૂંટણી દરમિયાન ક્રોસ વોટિંગના સમાચાર દરમિયાન અખિલેશ યાદવમાં તણાવ જોવા મળ્યો હતો. તેના ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી.