December 4, 2024

રાજકોટની યુનિકેર હોસ્પિટલની ગંભીર બેદરકારી, યુવતીના સાજા-સમા પગનું ઓપરેશન કરી નાંખ્યું!

રાજકોટઃ શહેરમાં અવારનવાર હોસ્પિટલની બેદરકારીના કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે આવો જ એક વધુ કિસ્સો સામે આવ્યો છે. જેમાં હોસ્પિટલની ઘોર બેદરાકરીને કારણે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવવી પડી છે.

જૂનાગઢની 20 વર્ષી સપના પાટોડિયાએ પોલીસમાં રાજકોટની યુનિકેર હોસ્પિટલ સામે અરજી કરી છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. અરજીમાં તેણે જણાવ્યું છે કે, રાજકોટમાં આવેલી યુનિકેર હોસ્પિટલમાં અકસ્માત બાદ પગનું ઓપરેશન કરાવ્યું હતું. જેમાં ડોક્ટરે ડાબા પગને બદલે જમણાં પગનું ઓપરેશન કરી નાંખ્યું હતું.

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, મેઘરાજા ભૂક્કા બોલાવશે

ત્યારે આ મામલે યુવતીએ પોલીસમાં અરજી કરી છે. યુવતીને પગમાં દુખાવો થતાં અન્ય તબીબને બતાવ્યું હતું. ત્યારે તેમાં આ સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો અને જાણવા મળ્યું હતું કે, ડોક્ટરે અન્ય પગનું ઓપરેશન કરી નાંખ્યું છે.