રાજકોટના પુનિતનગર વિસ્તારમાં પેંડા ગેંગના પરેશ ગઢવી પર ફાયરિંગ, પગમાં ગોળી વાગી

ઋષિ દવે, રાજકોટ: રાજકોટમાં પુનિતનગર વિસ્તારમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની હતી. જેમાં પેંડા ગેંગના પરેશ ગઢવી નામના શખ્સ પર ફાયરિંગ થયું હતું. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા ઘટના સ્થળ પર પહોંચ્યા છે. જંગલેશ્વરના તોફિક અને સોહિલ દ્વારા ફાયરિંગ કરાયું હોવાનું હાલ સામે આવી રહ્યુ છે. સમગ્ર મામલે તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
15 દિવસ પહેલા પરેશ દ્વારા જંગલેશ્વરના તોસીફ અને સોહેલ સાથે માથાકૂટ કરી હુમલો કરવામાં આવ્યો હતો. જૂની અદાવતનો ખાર રાખી જંગલેશ્વરના શખ્સો દ્વારા પરેશ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પેંડા ગેંગના સાગરિત પરેશ ગઢવી નામના શખ્સ પર ફાયરિંગ થયું હતું. જેમાં પરેશ ગઢવીને પગમાં ગોળી વાગી હતી. પરેશ હાલમાં જ જેલમાંથી છૂટ્યો હતો. આ મામલે ક્રાઈમ બ્રાન્ચ, તાલુકા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
ડીસીપી, એસીપી, લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને SOG ટીમ દ્વારા તપાસ શરૂ હાથ ધરવામાં આવી છે. ડીસીપી સજનસિંહ પરમાર હોસ્પિટલ પહોંચી ઈજાગ્રસ્ત પરેશની પુછપરછ શરૂ કરી છે.