October 16, 2024

ધોરાજી ફોરેસ્ટ વિભાગની કાર્યવાહી, ગેરકાયદેસર લાકડું લઈ જતા 3ની ધરપકડ

રાજકોટઃ જિલ્લાના ધોરાજી ફોરેસ્ટ વિભાગે ગેરકાયદેસર લાકડાનો જથ્થો ઝડપ્યો છે. તોરણીયા પાટિયા અને સુપેડી ગામ નજીકથી ચેકિંગ દરમિયાન લાકડાંનો જથ્થો ઝડપ્યો છે. ફોરેસ્ટ વિભાગે 3 લોકોને ઝડપી પાડ્યા છે. ચેકિંગ દરમિયાના અંદાજિત 200 મણ લાકડાનો જથ્થો ઝડપાયો છે. હાલ પોલીસે તમામ આરોપીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ધોરાજી ફોરેસ્ટ વિભાગ દ્વારા ગેરકાયદેસર લાકડાની ચોરી કરતા શખ્સોને ઝડપી પાડ્યા છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા તોરણીયા પાટિયા પાસે અને ઉપલેટા નેશનલ હાઇવે સુપેડી ગામ નજીક બંને જગ્યાએ ચેકિંગ દરમિયાન અંદાજિત 200 મણ ગેરકાયદેસર દેશી બાવળ અને પીપળના લાકડાનાં જથ્થા સાથે એક લાકડાં કટીંગ કરનારા વ્યક્તિ સહિત એક લાકડાં ખરીદનારા વ્યક્તિની ધરપકડ કરી છે. આ ઉપરાંત અન્ય એક વ્યક્તિને પણ ઝડપી પાડ્યો છે.

ધોરાજીમાં છેલ્લા ઘણાં સમયથી પ્રતિબંધિત વૃક્ષનું ગેરકાયદેસર કટિંગ થઈ રહ્યું છે. ધોરાજી વન વિભાગ દ્વારા દેશી બાવળ અને પીપળના પ્રતિબંધિત વૃક્ષના લાકડાંનું કટિંગ કરીને લઈ જતા 3 વ્યક્તિને કટિંગ કરવાની મશીનરી અને ટાટાના વાહન સાથે 200 મણ જેટલું લાકડું પકડી કાયદેસરની કાર્યવાહી કરી છે.