રાજકોટમાં આગ લાગવાની ઘટનાના 24 કલાક બાદ પણ ફરિયાદ નહીં, પોલીસ FSLની મદદ લેશે

રાજકોટઃ શહેરના એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં આગ લાગવા મામલે 24 કલાક બાદ પણ ફરિયાદ નોંધવામાં નથી આવી. ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં 3 વ્યક્તિના કરૂણ મોત નીપજ્યા છે.
એટલાન્ટિસ એરપોર્ટમેન્ટમાં C અને D વિંગમાં લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હાલ રહેવાસીઓ પણ અન્ય લોકોનાં ઘરે જતા રહ્યા છે. આગ લાગવાનું કારણ શોધવા માટે પોલીસ FSL ટીમની મદદ લેશે. બીજી તરફ ફાયર સેફ્ટીને લઈને પણ અનેક સવાલો સામે આવી રહ્યા છે.
ગત રોજ જ્યારે આગ લાગી ત્યારે બિલ્ડિંગના ફાયર સાધનો ઉપયોગ થઈ શક્યો નથી. ત્યારે સવાલ થાય છે કે, આ રેસિડેન્સિયલ એરિયા હોવા છતાં શું ફાયર સેફટીના સાધનો બંધ હતા? શું ફાયર સેફટીના સાધનો માત્ર NOC મેળવવા માટે લગાવવામાં આવ્યા હતા? ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટનામાં પાર્સલ આપવા માટે આવેલા ત્રણ લોકોનાં કરૂણ મોત નીપજ્યા છે.
બિલ્ડિંગના 8મા અને 10મા માળે પાર્સલ આપવા આવેલા વ્યક્તિઓના છઠ્ઠા માળે મોત નીપજ્યા છે અંગે પણ અનેક સવાલ પેદા થયા છે. આ ઉપરાંત બન્ને વિંગમાં જવા માટે પણ એક જ સીડી છે. રાજકોટના શિલ્પા જવેલર્સ, રાધિકા જવેલર્સ , ડો. કામાણીના પરિવારજનોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.