December 10, 2024

દિવાળીના સમયમાં ફરવા માટે રાજસ્થાનની આ જગ્યાઓ છે બેસ્ટ

Rajasthan Visiting Places Diwali 2024: દિવાળીના સમયમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે અમે રાજસ્થાનના ઘણા સ્થળની માહિતી લઈને આવ્યા છીએ. જો તમે પણ દિવાળીના વેકેશનમાં રાજસ્થાનના આ સ્થળની મુલાકાત લઈ શકો છો.

કુંભલગઢ
ચોમાસા દરમિયાન રાજસ્થાનની સુંદરતાને નજીકથી જોવા માટે કુંભલગઢ ચોક્કસ જવું જોઈએ. તમે અહિંયા બાદલ મહેલી મુલાકાત લઈ શકો છો. રાણકપુર જૈન મંદિર અને નીલકંઠ મહાદેવ મંદિરની પણ મુલાકાત લઈ શકો છો.

બાંસવાડા
રાજસ્થાનમાં ફરવા માટેના સ્થળોની વાત કરવામાં આવે તો ઘણી જગ્યાઓ છે. તેમાં પણ બાંસવાડામાં અલગ નજારો જોવા મળે છે. 100 ટાપુઓના શહેર તરીકે જાણીતું આ સ્થળ ભીડથી દૂર અને સુંદરતાથી ભરેલું સાથે જોવા મળે છે.

માઉન્ટ આબુ
માઉન્ટ આબુ રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન છે. જે હમેંશા પ્રવાસીઓથી ધમધમતું રહે છે. ચોમાસાની સિઝન દરમિયાન અહિંયા વધારે ભીડ જોવા મળે છે. નક્કી તળાવ, અચલગઢ કિલ્લો, ટોડ રોક એવી જગ્યાઓ જ્યાં તમે ફરી શકો છો.

આ પણ વાંચો: લિમિટેડ બજેટમાં કરવા હોય ડેસ્ટિનેશન વેડિંગ તો આ જગ્યાઓ છે સૌથી બેસ્ટ

ઉદયપુર
તળાવોના શહેર તરીકે ઉદયપુર પ્રખ્યાત જોવા મળે છે. અરવલ્લીની પહાડીઓ જાણે હરિયાળીની ચાદરથી ઢંકાયેલી જોવા મળી રહી હતી. જે જ્યાં જવાથી એક અલગ જ શાંતિનો અહેસાસ થાય છે. સહેલી કી બારી અહીં ચોક્કસ જોવા જેવી છે. આ સાથે બાયોલોજિકલ પાર્ક અને સજ્જનગઢ પેલેસની મુલાકાત પણ લઈ શકો છો.